સ્ત્રીઑ સુંદર દેખાવા માટે સારા કપડાં ઘરેણાં તેમજ મેકઅપ વગેરેનો ઉપયોગ કરે છે. તેમાં પણ સારા કપડાં પહેરે તેના પર તેઓ વધારે ધ્યાન આપતી હોય છે. તેમાં પણ જો ટાઈટ જીન્સ પહેરવાની વાત કરવામાં આવે તો ૯૫% મહિલા ટાઈટ જીન્સ પહેરતી હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે તે ઊંચી હિલ્સ પહેરવા કરતાં પણ વધારે નુકસાન પહોચાડે છે.
ફેશન વાળી લાઈફ સ્ટાઈલમાં લેડીઝ ટાઈટ જીન્સ અને એ પણ એકથી વધુ વખત પહેરે, લેગીસ વગેરે જેવા ટાઈટ કપડા પહેરે છે. ફેશન ક્યારેક નુકશાનમાં પરીવર્તન થઈ જાઈ એ વાતનું કોઈ ધ્યાન રાખતું નથી.
ટાઈટ જીન્સ પહેરવાથી સંવેદનાત્મક ચેતા છે જે તમારા યોનિમાર્ગમાંથી આવે છે જે તમારા સાંધાના ભાગોને ઉત્તેજન આપે છે જેના લીધે પગમાં દુખાવો વગેરે જેવી બીમારી થાય છે ટાઈટ જીન્સ પહેરવાને લીધે ધાધર , ખરજવું વગેરે જેવી બીમારી પણ થાય છે.
જો તમારે બેઠાળું કામ હોય તો શક્ય હોય ત્યાં સુધી ટાઈટ જીન્સ પહેરવાથી દૂર રહેવું. જયારે તમે પેટ પર દબાણ કરો ત્યારે તે ખોરાક ને પાચન કરતું નથી. ખાસ કરીને એવા લોકો માટે જે ઈર્ષ્યા તેમજ તીવ્ર સ્વભાવ ધરાવતા હોય તેના માટે નુકસાન કારક છે.