વધુમાં વધુ મહિલાઓ લીડરશીપ પોઝીશન લઇ રહી છે
પુરૂષોની તુલનામાં મહિલાઓ વધુ સારા રોકાણકાર છે.એટલું જ નહીં મહિલાઓ વધુને વધુ લીડરશીપ પોજીશન પણ લઈ રહી છે. નીતા અંબાણી ઈંદ્રા નૂયી, ચંદા કોચર વિગેરે લીડરશીપ પોજિશન લેનારી નારીઓની યાદીમાં ટોચના નામ છે.
મુંબઈના ફ્રી લાન્સર કિંજલ શાહ ૩૩ વર્ષનાં છે. બેંગલુ‚ના ગૃહિણી વરીન રે ૩૬ વર્ષિય છે. મુંબઈના કોર્પોરેટ મેનેજર માલા નાયર ૩૬ વર્ષિય છે. પૂનાના ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સીલર રીયા બાફના ૨૭ વર્ષિય છે. દિલ્હીના સ્કૂલ ટીચર શ્વેતા યાદવ ૩૦ વર્ષનાં છે. આ તમામ મહિલાઓ વચ્ચે સામ્યતા એ છે કે તેઓ ઘરની હોમ મીનીસ્ટર હોવાની સાથે સાથે ફાઈનાન્સ મીનીસ્ટર પણ છે. મતલબ કે તેઓ ઘરનું ફાઈનાન્સીયલ મેનેજમેન્ટ સંભાળે છે. તેઓ એક એક પાઈનો રોજેરોજનો હિસાબ લખે છે, ઘરની જ‚રીયાતોનું લિસ્ટ બનાવે છે. કિફાયતી જગ્યાએથી ખરીદી કરે છે. અને ઘર પણ સંભાળે છે. આ સિવાય, તેઓ બચત કરાયેલા પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરે છે. તેઓ પતિને તેનુ રીટર્ન પણ આપે છે. તેમણે સાબિત કર્યું છે કે મહિલાઓ પુ‚ષ કરતા વધુ સારી રોકાણકાર એટલે કે ઈન્વેસ્ટર છે.
કેનેડા યુ.એસ. ફ્રાંસમાં ત્રીજા ભાગની મહિલાઓ ડાયરેકટર લેવલ અને તેનાથી ઉંચુ પદ સંભાળી રહી છે. લિન્કક ઈન ઈન્ડિયાના રીપોર્ટ અનુસાર હવે ભારતમાં પણ મહિલાઓ વિવિધ સેકટરની કંપનીઓમાં ડાયરેકટ કે તેનાથી ઉંચુ પદ સંભાળી રહી છે. તેઓ વિવિધ સેકટરો જેવા કે ઈન્ફોર્મેશન ટેકનોલોજી ફાઈનાન્સીઅલ બેવરેજીસ, ફાર્માસ્યુટીકલ, કોસ્મેટીક વિગેરેમાં લીડરશીપ પોજિશન લઈ રહી છે.
કિંજલ શાહ પોતાની બચત મ્યુચ્યુઅલ ફંડમાં રોકવામાં માને છે. તેઓ માને છે કે તેમાં રોકાણ કરવાથી સા‚ રીટર્ન મળે છે. વરીન રે પણ મ્યુચ્યુઅલ ફંડમાં જ ઈન્વેસ્ટ કરે છે. તેઓ ૧૪ વર્ષથી ઈન્વેસ્ટ કરે છે.
તેઓ મને છે કે ભારતીય મહિલાઓ સ્ટ્રોંગ બજેટ કીપર છે. તેથી જ તેઓ બચત કરી શકે છે. આ મહિલાઓ દરેક સ્ત્રીને એવો મેસેજ આપે છે કે તમે બચત કરો જ છો હવે એક સારા રોકાણકાર બનો કેમકે મહિલામાં આ ક્ષમતા પડેલી છે.
વર્તમાન યુગમાં મહિલાઓ તમામ મોરચે કામ કરી આગળ વધી રહી છે. તેઓ ઘર અને પ્રોફેશન બન્ને સંભાળે છે. આવતીકાલે વિશ્ર્વ મહિલા દિવસ છે ત્યારે નીતા અંબાણી, ચંદા કોચર, ઇન્દ્રા નુઇ અને તેમના જેવી ઘણી મહિલાઓ અન્ય ગૃહિણીઓ માટે આદર્શ‚પ સાબિત થઇ છે. તેઓ હાઉસવાઇફ હોવાની સાથે સાથે વિવિધ સેક્ટરમાં સામાન્ય પદથી માંડીને ડાયરેક્ટર પદ સુધીના હોદ્દા સંભાળી રહી છે.