83.3 ટકાના મતે સ્ત્રીઓની સ્વતંત્રતા ન સ્વીકારતા પરિવારજનો ઓનર કિલિંગ કરે છે: રૂઢિવાદી માનસિકતા, શિક્ષણનો અભાવ,  સંપત્તિ હડપવાની માનસિકતા આ કિલિંગ માટે કારણભૂત છે

ઓનર કિલિંગ એ સદીઓથી થતું આવતું સમાજનું દુષણ છે તે પછી મીરાંબાઈ હોય કે નરશયો તમામ ઓનર કિલિંગના ભાગ બન્યા છે.ઓનર કિલિંગ એક સમાજનું દુષણ જે કુટુંબમાં વિક્ષેપ ઉભો કરી કુટુંબના સભ્યો દ્વારા જ કુટુંબના સભ્યોને મોત ને ઘાટ ઉતારે છે. તે વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો ડો.ધારા આર.દોશી અને ડો.હસમુખ ચાવડા દ્વારા 810 લોકો પર સર્વે કરવામાં આવ્યો.

જેના તારણો નીચે મુજબ મળ્યા.ઓનર કિલિંગ અંગેના  મંતવ્યો અને  તેને દુર કરવા અંગેના સૂચનો આપતા લોકોએ જણાવ્યું કે રૂઢિવાદી માનસિકતા, શિક્ષણનો અભાવ,  સંપત્તિ હડપવાની માનસિકતા આ કિલિંગ માટે કારણભૂત છે. ઓનર કિલિંગ એટલે માત્ર હત્યા જ નથી કુટુંબ ના કોઈ સભ્ય ને સહપ્રમાણ હક અને સમ્માન ન મળવું એ પણ ઓનર કિલિંગ નો એક ભાગ છે.

સ્ત્રીએ પોતે પસંદ કરેલા પાત્રને જ્યારે પરણે છે તો એ બાબતનો વિરોધ જ શા માટે ? ઓનર કિલિંગના કારણે પરિવારના સભ્યો પરથી જ વિશ્વાસ જતો રહે. જે વ્યક્તિ તમારા લોહી સાથે જોડાયેલ હોય એને જ મારી નાખતા જીવ કેમ ચાલતો હશે?

ઓનર કિલિંગ શું છે?

ઓનર કિલિંગને અપરાધ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.  આ હેઠળ, જ્યારે કોઈ પરિવારના સભ્યની તેના પરિવાર અથવા સમાજના કોઈપણ વ્યક્તિ દ્વારા સન્માનને નષ્ટ કરવા અથવા પરંપરા તોડવાના ગુનામાં હત્યા કરવામાં આવે છે, તો તેને ઓનર કિલિંગ કહેવામાં આવે છે. ઓનર કિલિંગ વિકૃત સામાજિક માનસિકતાને પ્રોત્સાહન આપે છે જે સામાજિક ન્યાયની વિરુદ્ધ છે.

ઓનર કિલિંગના કારણો

  • ” પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરવા.
  • ” જો લગ્ન આંતર-જ્ઞાતિના હોય અથવા એક જ ગોત્રમાં થયા હોય.
  • ” પરિવાર દ્વારા ગોઠવાયેલા લગ્નનો ઇનકાર.
  • ” સમુદાય દ્વારા નિર્ધારિત કપડાં કોડના ઉલ્લંઘનમાં કોઈપણ અન્ય વસ્ત્રો પહેરવા.
  • ” લગ્ન પહેલા કે પછી બીજા પુરુષ (અથવા સ્ત્રી) સાથે સ્ત્રી (અથવા પુરુષ)નો જાતીય સંબંધ.
  • “ઓનર કિલિંગનું કારણ પિતૃસત્તાક સમાજની વિચારસરણી અને વલણ છે.  ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે કોઈ સ્ત્રી વૈવાહિક સંબંધનો ઇનકાર કરે છે, ત્યારે તે પરિવારના સન્માનનો વિષય બની જાય છે કારણ કે તેને તેના પિતા અથવા તેના પરિવારના સભ્યો વિશે બોલવાનો અધિકાર આપવામાં આવ્યો નથી.
  • “પરંપરાગત રીતે, પુરૂષ પ્રભુત્વ ધરાવતા સમાજમાં, સ્ત્રીઓને પુરૂષો કરતા નીચો દરજ્જો આપવામાં આવે છે.  આવી સ્થિતિમાં લિંગ આધારિત ભેદભાવના કારણે ભ્રૂણહત્યા જેવા ગુનાઓ વધી રહ્યા છે.  જો કોઈ સ્ત્રી ક્ધયાને જન્મ આપે તો તેને અશુભ માનવામાં આવે છે.  તે છોકરી તે પરિવારનું પ્રતિનિધિત્વ કરતી નથી, જેનાથી તે પરિવારનું સન્માન વધતું નથી, તેથી આ સ્ત્રીને નીચી જોવામાં આવે છે, જે આવા ગુનાનું કારણ છે.
  • ” આ પ્રકારના ગુનાનું બીજું કારણ શિક્ષણનો અભાવ છે, જેના કારણે ઘણી વ્યવહારિક સમસ્યાઓ ઊભી થાય છે.  શિક્ષણના અભાવે પરિવારમાં પર્યાપ્ત સમજ કેળવવામાં આવતી નથી.  કેટલીકવાર બિનજરૂરી અફવાઓને કારણે પરિવાર દ્વારા મહિલાઓ પર શંકા કરવામાં આવે છે.  ઘણીવાર તેઓ પ્રચલિત રિવાજોને તેમના પરિવારની પ્રતિષ્ઠાના પ્રશ્ન તરીકે લે છે.
  • “સમાજમાં જ્ઞાતિ આધારિત બંધનો ખૂબ જ કઠોર રીતે લાગુ કરવામાં આવ્યા છે.  ઘણી વખત પોતાની જ્ઞાતિમાં લગ્ન સંબંધ હોય અથવા સાંસ્કૃતિક ઉત્સવોમાં વિવિધ જ્ઞાતિઓને તેમની કેટેગરી પ્રમાણે સન્માન આપતા જોવા મળે છે.  જો કોઈ વ્યક્તિ તેની જાતિ અને ધર્મ સિવાય અન્ય લગ્ન કરે અથવા પ્રેમ કરે તો તેને દોષિત ગણવામાં આવે છે અને ઓનર કિલિંગ જેવા ગુનાઓ થાય છે.

તમે ઓનર કિલિંગ વિશે જાણો છે?* જેમાં 70.8% એ હા અને 29.2% લોકોએ ના જણાવી

  • શું સમાજમાં પોતાના કુટુંબની આબરૂ જતી રહેવાના ખોટા અહમને કારણે ઓનર કિલિંગ વધતું જતું જણાય છે?* જેમાં 87.5% એ હા અને 12.5% લોકોએ ના જણાવી
  • ભણતરના અભાવે ઓનર કિલિંગ થતું જોવા મળે છે?* જેમાં 70.8% એ હા અને 29.2% એ ના જણાવી
  • શું પિતૃસતાક વ્યવસ્થા ઓનર કિલિંગનું કારણ છે?* જેમાં 75% લોકોએ હા અને 25% લોકોએ ના જણાવી
  • સ્ત્રીઓની સ્વતંત્રતા ન સ્વીકારવાની વૃતિ ઓનર કિલિંગનું કારણ છે?* જેમાં 83.3% લોકોએ હા અને 16.7% લોકોએ ના જણાવી
  • સ્ત્રીએ પરણવા માટે જાતે શોધેલ વ્યક્તિનો અસ્વીકાર ઓનર કિલિંગ માટે જવાબદાર છે?* જેમાં 79.2% લોકોએ હા અને 20.8% લોકોએ ના જણાવી
  • લિંગ આધારિત માનસિક ભેદભાવ ઓનર કિલિંગને વેગ આપે છે?* 79.2% લોકોએ હા અને 20.8% લોકોએ ના જણાવી
  • પ્રચલિત રૂઢિઓ અને જડ માન્યતાઓ ઓનર કિલિંગનું કારણ બને છે?* જેમાં 91.7% લોકોએ હા અને 8.3% લોકોએ ના જણાવી
  • પરિવારમાં આંતરિક વિખવાદ ઓનર કિલિંગનું કારણ હોઈ શકે?* જેમાં 83.3% લોકોએ હા અને 16.7% લોકોએ ના જણાવી
  • ઓનર કિલિંગનો સહુથી વધુ ભોગ કોણ બને છે?* જેમાં 66.7% લોકોએ સ્ત્રીઓ, 16.7% લોકોએ બાળકો, 8.3% લોકોએ પુરુષો અને 8.3% લોકોએ વૃદ્ધો જણાવ્યું
  • ઘણી સમાજ વ્યવસ્થામાં પંચ દ્વારા લેવાયેલ ખોટા નિર્ણયને કારણે ઓનર કિલિંગ જોવા મળે છે?* જેમાં 79.2% લોકોએ હા અને 20.8% લોકોએ ના કહ્યું
  • શું સહનશીલતા અને જતું કરવાની ભાવનાના અભાવને કારણે ઓનર કિલિંગ થાય છે?* જેમાં 75% લોકોએ હા અને 25% લોકોએ ના જણાવ્યું
  • વ્યક્તિગત અહમ અને નાતજાતના પૂર્વગ્રહ ઓનર કિલિંગ માટે જવાબદાર છે?* જેમાં 95.8% લોકોએ હા અને 4.2% લોકોએ ના જણાવ્યું
  • ઓનરકિલિંગ એ સમાજ માટે ભયરૂપ છે?* જેમાં 91.7% લોકોએ હા અને 8.3% લોકોએ ના જણાવ્યું
  • શું તમે  કોઈ જગ્યાએ ઓનર કિલિંગ જોયું છે?* જેમાં 70.8% લોકોએ ના અને 29.2% લોકોએ હા જણાવ્યું
  • શું ઓનરકિલિંગ એ પરિવારના સન્માનને પુનજીર્વિત કરી શકે છે?* જેમાં 83.3% લોકોએ હા અને 16.7% લોકોએ ના જણાવ્યું
  • *શું ઓનરકિલિંગ એ પરિવારના સન્માનને પુનજીર્વિત કરી શકે છે?* જેમાં 83.3% લોકોએ હા અને 16.7% લોકોએ ના જણાવી
  • શું પરિવારનું સન્માન માત્ર પરિવારની મહિલાઓ પર આધારિત છે?* જેમાં 87.5% લોકોએ ના અને 12.5% લોકોએ હા જણાવી
  • દરેક વ્યક્તિને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર છે?* જેમાં 100% લોકોએ હા જણાવી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.