બેટી બચાવો, બેટી પઢાઓની કવાયત રંગ લાવી

દેશના પુરૂષ પ્રધાન સમાજમાં મહિલાઓ હવે સબળા બની છે: જાત મહેનત થકી મહિલાઓ પોતાનો દબદબો વધારે છે

‘મેરા દેશ બદલ રહા હૈ’ દેશમાં પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં આર્થિક અને ઔદ્યોગિક જગતમાં પગભર થવા અને આગળ વધવામાં ઘણો સંઘર્ષ અને પુરૂષાર્થ કરવો પડે છે તેમ છતાં હવે મહિલાઓ પુરૂષ પ્રધાન , સામાજીક દબદબો તોડી આગળ વધવા પરસ્પર હાથ મિલાવી રહી છે.

તેનું કહેવાનું છે કે આપણા માટે તો તરકકી માટેની અઢળક તકો છે. વ્યાપાર ઉદ્યોગ અને દરેક ક્ષેત્રે આગળ વધવામાં મહિલાઓ સમર્થ બની છે. એઝેડબી પાર્ટનર કાયદા સલાહકાર કમ દ્વારા વ્યાપાર ઉદ્યોગમાં રહેલી લિંગ ભેદ અને મહિલાઓની કાબેલીયતનું દફન કરી દેવાની પ્રથા સામે ઘ્યાન દોરવામાં આવ્યું છે.

અત્યારે વિશ્ર્વના ખાનગી ઉદ્યોગ ક્ષેત્રમાં શા માટે આંગણીના વેઢી ગણી શકાય તેટલી જ મહિલાઓ ટોચ ઉપર પહોંચી શકી છે. તે સવાલ પર વિચાર વિમર્શ શરુ થયો છે. આ પ્રશ્ર્નના જવાબ માટે આપણે થોડા વર્ષો પૂર્વેની પરિસ્થિતિમાં ડોકીયું કરી એ તો નૃપુર ગર્ગની ભાષામાં સાંભળીએ તો ૨૦૧૧માં મે લીમીટેડ પાર્ટનર નામની એકમાત્ર મહિલા રોકાણકાર તરીકે કારકીર્દી શરુ કરી અને થોડા સમયમાં જ મને કડવા અનુભવો થયા. પરંતુ મેં તેમાં ઘ્યાન દેવાને બદલે મારું કામ શરુ રાખ્યું અને ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશનમાં બદલતી જતી પરિસ્થિતિની સાક્ષી બની અને જોયું કે ભારતીય મુડી બજારમાં મહિલાઓની ઉન્નતિ થતી નથી. જાતિ ભેદ અને સાથે કામ કરનારાઓ વચ્ચે એક સમાન, નીતી હોવી જોઇએ ગર્ગે લાંબો સમય સંઘર્ષ કરીને પોતાની મૂડી ઉભી કરી અન્ય મહિલાઓને સાથે જોડીને રોકાણ ક્ષેત્ર પર પ્રભુત્વ જમાવવાની કવાયત શરુ થઇ.

વિશ્ર્વ કક્ષાાએ ઉદ્યોગજગતમાં જોવા જઇએ તો ખાનગી ક્ષેત્રમાં અત્યારે વૈશ્ર્વિકક્ષેત્રે અત્યારે ૧૭ ટકા મહિલાઓ કામ કરે છે. જે ખાનગી ક્ષેત્રે કાર્યરત કામદારોમાં મહિલાઓની સંખ્યા ખુબ ઓછી છે. મહીલાઓની સંખ્યા અને ગુણોત્તર ૫૩/૨૯ રહેલો છ.. જેમાં વરિષ્ઠ દરજજે પહોચનારી મહિલાઓ અને રોકાણકારોની ટકાવારી ૩૪ અને ૨૫ ટકા રહેલી છે.

મુંબઇ ખાતે યોજાયેલા વિનયી ઇન્સ્ટી. ટયુબ મુંબઇના પી.એફ ફંડમાં હવે મહિલા દિગ્જનોનું નામ ચમકવા લાગ્યું છે. જેમાં સીડીપીસી ના અનિતા જર્યોજ મલ્ટીયલ અને ઝીયામોદી માંથી રેણુકા રામનાથ, જેવી મહિલા હસ્તિઓના નામો એ.૯૧ અને એઝેડબી પાર્ટનર, સીડીપીકયુ, એવર સ્ટોન કેપીટલ ગાજી કેપીટલ, જનરલ એપ્લાન્ટીંગક, લાઇટ હાઉસ એડવાઇઝર, મેગાડેલ્ટા મલ્ટીયલ, ટુ્રનોર્થ અને વેરબર્ગ પ્રિન્સેસ જેવી કંપનીઓમાં મહિલાઓનો દબદબો દેખાઇ રહ્યો છે.

દેશના ઉદ્યોગજગતમાં અને ખાસ કરીને ખાનગી ક્ષેત્રે લીંગ ભેદનું પ્રમાણ હવે ઓછું થતું જાય છે. કોર્પોરેટ જગતમાં મહિલાઓએ પોતાની આગવી કોઠાસુઝથી એક નવી જગ્યા બનાવી છે.

દેશમાં અત્યારે ખાનગી રોકાણ, ભંડોળ અને ઔદ્યોગિક ક્ષેત્રે જયોર્જ, રામનાથ, શ્ર્વેતા જાલન, અર્ચના હિંગોરાણી:, વાણીકોલા રોશની બક્ષી, બાલા દેશપાંડે જેવી મહિલાઓ ના નામો પુરુષ સમોવડીયા બનેને ચમકવા લાગ્યા છે.

દેશમાં બેટી બચાવો, બેટી પઢાઓથી શરુ થયેલી મહિલા સશકિતકરણની કવાયત હવે ઔદ્યોગિક ક્ષેત્રે મહિલાઓ આગળ પડતી હરોળમાં પહોંચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.