અબતકની મુલાકાતમાં યોગ મંદિરના સંચાલક ‘નારી રત્નો’એ આપી કેમ્પની વિગતો
ગમ્મત સાથે જ્ઞાન મળવાની કહેવતો આપણે સાંભળી છે પરંતુ ગમ્મત કરતા કરતા હુન્નર અને આત્મા નિર્ભર બનવાની તક મળે એ તો “આશીર્વાદ’ જ કહેવાય. રાજકોટના પુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા બહેનો અને બાળકો માટે વેકેશનના સમયના સદુપયોગ માટે દસ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અબ તકની મુલાકાતે આવેલા પુતળીબા ઉદ્યોગ મંદિરના આગેવાન મહિલારત્નો માં ટ્રસ્ટી ભારતીબેન નથવાણી, મીલીબેન કુંડલીયા, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ રમાબેન પંચાસરા, અને ગ્રંથપાલ રેખાબેન રાઠોડ એ સમર કેમ્પ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે પુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા તારીખ પહેલી મેથી દસમી મે સુધી બહેનો અને બાળકો માટે વિવિધ તાલીમી વર્કશોપનું આયોજન કર્યું છે. સંસ્થા દ્વારા દસ દિવસના વર્કશોપ બાદ 11 મેના રોજ મેંદી સ્પર્ધા, નેઇલ આર્ટ .સેલ્ફ મેકઅપ ,ડ્રોઈંગ, રંગપૂરણી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે 13 મે ના રોજ મધર્સ ડે નિમિત્તે બહેનો માટે અંતાક્ષરી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં પ્રત્યેક ટીમમાં ત્રણ બહેનો નું ગ્રુપ બનાવવામાં આવશે મવર્કશોપ ને સફળ બનાવવા માટે એલ્યુમિનિયમ, ગ્લોબલ હોસ્પિટલ અને શુભમ ડેન્ટલ ક્લિનિક નો સહયોગ પ્રાપ્ત થયો છે કેમ્પમાં ભાગ લેવા માટે પુતળીબા ઉદ્યોગ મંદિર ભક્તિનગર સર્કલ ગીતામંદિર કાર્યાલય ખાતે 10 થી 6 સંપર્ક કરવા મીલીબેન કુંડલીયા એ અનુરોધ કર્યો છે.
પુતળીબા ઉદ્યોગ મંદિર એટલે દાયકાઓથી એકધારી સમાજ સેવા કરતી સંસ્થા: ભારતીબેન નથવાણી
સૌરાષ્ટ્રના પાટનગર સંસ્કાર નગરી અને ધર્મનગરીની ઉપમા ધરાવતા રાજકોટમાં સામાજિક સંસ્થાઓ ની સુવાસ સારી છે ત્યારે ઉદ્યોગ મંદિર ની સ્થાપના 1950 માં તત્કાલીન મુખ્યમંત્રી ઢેબરભાઈ કબા ગાંધીનો ડેલો સોંપીને ઉપયોગ મંદિર ની સ્થાપનામાં નિમિત બન્યા ત્યારથી સમાજ સેવામાં કાર્યરત સંસ્થાએ અનેક સામાજિક પ્રવૃત્તિઓને સંસ્થાઓની ભેટ સમાજને આપી છે તેમ સંસ્થાના ટ્રસ્ટી ભારતીબેન નથવાણીએ એ ગૌરવ થી જણાવ્યું હતું.