જિલ્લામાં વિધાનસભાની બેઠક માટે ચૂંટણી મતદાન યોજાયું હતું. ત્યારે વઢવાણ તાલુકાના કોઠારિયા ગામે સવારે નવ વાગે બૂથ નં. 2 ઉપર હંસાબેન ડાયાભાઈ વાઘેલા મતદાન કરવા ગયા હતા. આ દરમિયાન મતદાન કરી પાછા પરત ફરતા ઇવીએમના વાયરો હંસાબેનના પગમાં આવી જતા નીચે પડી ગયા હતા.
આથી પરિવારજનો દ્વારા ઇજાગ્રસ્ત હંસાબેનને સુરેન્દ્રનગર શહેરની સી.જે. હોસ્પિટલે સારવાર માટે લઇ જવાતા હાથના જમણા ખભે ફેકચર હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે હંસાબેનના પતિ ડાયાભાઈ વાઘેલાએ જણાવ્યું આ ઘટના બની, મતદારો જ્યાંથી પસાર થઇ રહ્યા છે ત્યાં જ મશીનના નીચે વાયરો રખાતા આ એક બેદરકારી કહેવાય.
ત્યારે ચૂંટણીના અધિકારીઓ કે ચૂંટણી લડતા પક્ષના કોઇ માણસો મદદ આવ્યા ન હતા.આવા સમયે મતદારોને કંઇક થાય તો જવાબદારી કોની ? સહિતનો રોષ ઠાલવ્યો હતો.