રાજકોટમાં સોની વેપારી માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ લૂંટના ઈરાદે મેનેજર સહિતના ઘરેણાં સાથે ઘરે બોલાવી લૂંટને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના શનિવારે સાંજે બની હતી. જ્યાં બજરંગવાડીમાં રહેતી મહિલાએ ઘરેણાં ઘરે જોવા મંગાવ્યા હતા અને ત્યારબાદ પોતાના દીકરા સાથે મળીને 1.48 લાખના ઘરેણાં લૂંટીને કારમાં નાસી છૂટ્યા હતા. પોલીસે આ મહિલા અને તેના દીકરાને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા હતા.
વિડીયો કોલમાં વાતચીત કરી ઘરેણાં પસંદ કરી ઘરે મંગાવ્યા હતા.
મેનેજર વિશાલભાઈએ અબતક સાથે વાતચીત કરી હતી ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ આરોપી બિલકીસે ટીબીઝેડ શોરૂમમાં બ્રેસલેટ ખરીદવા માટે પાંચ હજાર જમા કરાવ્યા હતા. ત્યારબાદ મેનેજર તેણી સાથે વાતચીત જમા કરાવેલ પૈસા વિશે જણાવ્યુ હતું. ત્યારે આરોપી બિલકિસ કહ્યું કે હાલ મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી હું પછી આવીશ. આરોપી બિલકિસ બેને જૂના કસ્ટમર તરીકે મેનેજર સાથે વાતચીત કરીને વિડીયો કોલ દ્વારા અમુક ઘરેણાં ઘરે મંગાવ્યા હતા. મેનેજર વિશાલભાઈ સહિત સેલ્સ ગર્લ અને સેલ્સમેન સાથે પસંદ કરેલા ઘરેણાં મોકલ્યા હતા. ત્યારબાદ ઘરેણામાંથી અમુક ઘરેણાં પસંદ કરીને અલગ મુકાવેલ. સેલ્સમેન અને સેલ્સ ગર્લને વાતોમાં ફેરવી આ કાવતરું ઘડ્યું હતું.
ટીબીઝેડના કર્મીઓ પાસેથી ઘરેણાંનું બોક્સ લૂંટી માતા-પુત્ર નાસ્યા
તેમના જણાવ્યા અનુસાર સેલ્સમેન અને સેલ્સગર્લને વાતોમાં ફેરવી દીકરાને બાથરૂમ પાછળ ઊભો રાખી ફરિયાદી સાથે જપાજપી કરીને બોક્સ આંચકીને બિલકિસ બહેને પોતાના દીકરાને આપ્યા બાદ લૂંટ કરીને ટીબીઝેડના કર્મીઓને રૂમમાં બંધ કરીને ક્રેટામાં નાસી છૂટ્યા હતા.
પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડ્યા
પોલીસને જાણ થયા બાદ જ્યાં ક્રેટા પડેલી ત્યાં પોલીસ પહોંચી ગઈ હતી. માં-દીકરો ત્યાથી નાસી છૂટેલા અને મુદામાલ મળી આવેલો. એલસીબીની ટીમે માહિતી મેળવી જ્યાં મુદામાલ છુપાવવામાં આવેલો ત્યાથી શોધી કાઢવામાં આવ્યું છે. સાથે જ મુખ્ય આરોપી બિલકિસ બાનુને પણ પકડી પાડવામાં આવી છે.
રાજકોટના સોની વેપારીઓ માટે લાલબતી સમાન કિસ્સો: એસીપી દિયોરા
એસીપી દિયોરા દ્વારા કહેવામા આવ્યું છે કે રાજકોટના સોની વેપારીઓ માટે આ એક લાલબતી સમાન કિસ્સો છે. કોઈ પણ વેપારીએ સલામતી ગાર્ડ કે સિક્યોરિટી ગાર્ડ સિવાઈ આવું જોખમ લઈને વેપાર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
આરોપી બોલકિસને ઘરેણાં ખરીદવાનો હતો શોખ
એસીપી દિયોરા દ્વારા કહેવામા આવ્યું હતું કે આરોપી બોલકિસની જે પ્રાથમિક પૂછપરછ કરી તેમાં તેણીએ જણાવ્યુ હતું કે તેણીને ઘરેણાં ખરીદવાનો શોખ હતો. તેણી પાસે અગાઉ જે ઘરેણાં હતા તે પ્રધ્યુમન નગરના મર્ડરના ગુનામાં 2 વર્ષ જેલમાથી છુંટીને સામેની પાર્ટી જોડે સમાધાન કરવા માટે ગોલ્ડ જેવેલેરી વેંચી દીધી હતી. હાલમાં તેણી પાસે ઘરેણાં ન હોવાથી જૂના કસ્ટમર તરીકે આ કાવતરું ઘડ્યું હતું.