બાર વર્ષના લાંબા સમયગાળા બાદ ભારતમાં આજથી ૧૦મી વુમન વર્લ્ડ બોક્સિગં ચેમ્પીયનશીપનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પાંચ વખત વર્લ્ડ ચેમ્પીયન રહી ચૂકેલી ઈન્ડિયન બોકસર મેરી કોમ આ વખતે છઠ્ઠા ગોલ્ડ મેડલનો રેકોર્ડ બનાવે તેવી તેના માટે તકો રહેલી છે ત્યારે સૌ કોઈની નજર મેરી કોમ પર છે. ત્યારે ઘર આંગણે રમાઈ રહેલી વર્લ્ડ બોક્સિગં ચેમ્પીયનશીપમાં ભારતના અન્ય ટેલેન્ટેડ બોકસરો પાસેથી પણ વધુ મેડલો મેળવવાની આશા છે.
આ બોક્સિગં ચેમ્પીયનશીપમાં વિશ્ર્વના ૭૩ દેશોની ૩૦૦થી વધુ બોકસરો ભાગ લઈ રહી છે. જેમાં વિવિધ પ્રકારની ૧૦ કેટેગરીમાં બોક્સિગં ટૂર્નામેન્ટ રમાશે. ગત વર્ષે ભારતમાં યુથ ફીફા વર્લ્ડ કપ યોજાયો હતો. ત્યારબાદ વુમન બોક્સિગં ચેમ્પીયનશીપ બીજી સૌથી મોટી ઈવેન્ટ શરૂ થઈ છે.
આ ચેમ્પીયનશીપમાં સ્કોટલેન્ડ, બાંગ્લાદેશ, સીઈરા, મોઝામ્બીક, કોંગો, ડીઆર, કેમન આઈસલેન્ડ, માલ્ટા, સ્કોટલેન્ડ અને સોમાલીયા જેવા દેશો પ્રથમ વખત ભાગ લઈ રહ્યાં છે. વુમન બોક્સિગં વર્લ્ડ ચેમ્પીયનશીપમાં પાંચ વખત ગોલ્ડ મેડલ મેળવનારી બોકસર મેરી કોમ ભારતની ભૂમિ પર યોજાઈ રહેલી ઈવેન્ટમાં જો આ વખતે પણ સુવર્ણ પદક હાસલ કરશે તો વર્લ્ડ ચેમ્પીયનશીપમાં સૌથી વધુ મેડલ ધરાવનારી બોકસર બનશે.