ભારતીય બોકસર મનીષા મોને બે વખતની બ્રોન્ઝ મેડાલીસ્ટને હરાવી, સરીતા દેવીએ પણ પ્રિ-કવાર્ટરમાં સ્થાન મેળવ્યું

ભારતમાં યોજાયેલી વુમન વર્લ્ડ બોક્સિગં ચેમ્પીયનશીપમાં ભારતીય બોકસરોએ પ્રિ-કવાર્ટર ફાઈનલમાં સરળ પ્રવેશ મેળવતાની સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારતની યુવા બોકસર મનીષા મોને મેજર અપસેટ સર્જતા બે વખતની વર્લ્ડ ચેમ્પીયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી અમેરિકાની બોકસર ક્રિષ્ટીના ક્રુઝને હરાવી પ્રિ-કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ભારતની ૨૦ વર્ષની હરિયાણાની બોકસરે ૫૪ કિલોગ્રામ વજનની કેટેગરીમાં જીત મેળવી પ્રિ-કવાર્ટર ફાઈનલમાં સ્થાન કર્યું હતું. જયારે ભારતની એલ. સરીતા દેવીએ પણ અંતિમ ૧૬ના રાઉન્ડમાં પ્રવેશ નિશ્ચીત કર્યો હતો. મનીષા મોને અમેરિકાની ૩૬ વર્ષીય બોકસર ક્રિષ્ટીના ક્રુઝ કે જેઓ ૨ વખત વિશ્વસ્તરીય બોક્સિગં ચેમ્પીયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે.

તેને હરાવતા બોક્સિગં ચેમ્પીયનશીપમાં ભારે અપસેટ સર્જાયો હતો. મનીષાના પાવરફૂલ પંચ અને માઈન્ડ સ્ટ્રેટેજીની સામે ક્રિષ્ટીનાએ હાર સ્વીકારવી પડી હતી. મનીષાએ ૧૬ વર્ષ મોટી અને અનુભવી બોકસરને હરાવીને પ્રિ-કવાર્ટર ફાઈનલમાં ભારતનો પ્રવેશ યાદગાર બનાવ્યો હતો.

ઘર આંગણે શરૂ થયેલ વુમન વર્લ્ડ બોક્સિગંમાં ભારતની સરીતા દેવીએ ૬૦ કિલોગ્રામ વજન વર્ગમાં જીત મેળવી શાનદાર પ્રારંભ કર્યો હતો. તો સરીતાએ તેના સ્વીત્ઝરલેન્ડની સાન્દ્રા બ્રગરને ૪-૦થી હરાવીને પ્રથમ મેચમાં જીત હાસલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.