કોસોવોની મહિલા બોકસર ભારતની વર્લ્ડ ઈવેન્ટમાં ભાગ ન લઈ શકતા ફરી વિવાદમાં
દરેક દેશની ઈચ્છા હોય કે તેઓ વિશ્વસ્તરે પોતાના મેગા ઈવેન્ટનું આયોજન કરે. ૧૨ વર્ષના લાંબા સમયગાળા બાદ એઆઈબીએના વુમન વર્લ્ડ બોકસીંગ ચેમ્પિયનશીપના આયોજનની તક ભારતને મળવાની હતી ત્યારે આ યોજના ઉપર પાણી ફરી વળે તેવી શકયતાઓ છે.
કોસોવોની બોકસર દોન્જેતા સાદીકુ આ ઈવેન્ટને લઈને ચર્ચામાં આવી છે. કોસોવો દેશની દોન્જેતા ભારતમાં આયોજીત ટૂર્નામેન્ટ માટે વિઝા નથી મળી રહ્યાં. ગત વર્ષે પણ ભારતની આ બોકસરને વિઝાથી વંચિત રાખવામાં આવી હતી. જેની પાછળનું કારણ છે કે, બોકસરનું દેશ એટલે કે સાઉથ ઈસ્ટન યુરોપનું કોસોવો વિવાદીત ક્ષેત્ર છે અને ભારત તેને માન્યતા આપતું નથી.
માટે હવે સાદીકુ અને તેના બન્ને કોચ દિલ્હીમાં યોજાનારી વર્લ્ડ બોકસીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ શકશે નહીં. કોસોવોમાં ભારતના કોઈ દુતાવાસ નથી અને ૧૯ વર્ષીય દોન્જેતા પાસે હાલમાં અલબેનીયાની નાગરિકતા છે. માટે તેણે સાઈબેરીયામાં વિઝા માટે આવેદન કર્યું હતું. પરંતુ ત્રણેયમાંથી એકના પણ વિઝાની મંજૂરી ન મળી હતી.
જણાવી દઈએ કે, આ પહેલા ૨૦૧૭માં ભારતે દોન્જીતાને વિઝા આપવાથી ઈન્કાર કર્યો હતો. જેને લીધે તે ડિસેમ્બરમાં ગુવાહાટીમાં યોજાયેલી વર્લ્ડ બોકસીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ શકી ન હતી. જણાવી દઈ કે કોસોવો નવો દેશ છે જેને સંયુકત રાષ્ટ્રના કુલ ૧૯૩ દેશોમાંથી ૧૧૩મી માન્યતા આપવામાં આવી છે પરંતુ હાલમાં ભારતે તેને માન્યતા આપી નથી.