પાકિસ્તાન અવાર-નવાર તેની ક્રૂરતાના કારણે સોશિયલ મીડિયામાં છવાયેલું હોય છે. પાકિસ્તાનમાં ઈશનિંદા લઈને ખૂબ જ કડક કાયદાઓ છે. 1987 થી અત્યાર સુધી, લગભગ દોઢ હજાર લોકોને આ કાયદાઓ હેઠળ સજા ફટકારવામાં આવી છે ત્યારે વધુ એક ચકચારી કેસ સામે આવ્યો છે જેમાં એક મહિલાને મોતની સજા આપવામાં આવી છે. આ મહિલાને ઈશનિંદાના માટે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તે એક સ્કૂલની પ્રિન્સિપાલ હતી અને તેણે પોતાને ઈસ્લામ ધર્મના આગલી પયગંબર ગણાવી હતી.
લાહોર સેન્સસ કોર્ટે સોમવારે સલમા તનવીર નામની મહિલાને $ 29 નો દંડ ફટકાર્યો અને તેને ફાંસીની સજા સંભળાવી. ન્યાયાધીશે પોતાના નિર્ણયમાં કહ્યું કે સલમાએ પયગંબર મુહમ્મદને ઈસ્લામના છેલ્લા મોહમ્મદ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, તેથી તેમને સજા થઈ રહી છે.
હકીકતમાં, આ કેસ વર્ષ 2013 માં લાહોર પોલીસ દ્વારા સલમા તનવીર સામે નોંધવામાં આવ્યો હતો, જ્યારે મહિલા પર પયગંબર મુહમ્મદને ઈસ્લામના છેલ્લા પયગંબર ન માનવમાં આક્ષેપો લગાડવામાં આવ્યા હતા. જોકે, મહિલાના વકીલ વતી કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે માનસિક રીતે સ્વસ્થ નથી, તેથી કોઈ સજા આપવી જોઈએ નહીં.પરંતુ જ્યારે કોર્ટમાં મેન્ટલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ત્યારે પુરવાર થયું કે મહિલા સંપૂર્ણપણે ફિટ છે અને તેને કોઈ પણ પ્રકારની માનસિક બીમારી નથી.