લાંચ લેવામાં મહિલાઓ પુરૂષ સમોવડી પુરવાર
આંગડીયા દ્વારા અમદાવાદથી મહિલા પીએસઆઇએ નામ બદલી લાંચના રૂા.૩૫ લાખ જામજોધપુર પોતાના બનેવીને મોકલી દીધા
અમદાવાદના મહિલા પોલીસ મથકમાં ઇન્ચાર્જ પી.આઇ. તરીકે ફરજ બજાવતા શ્ર્વાતાબા જાડેજાએ બળાત્કારના ગુનામાં બચાવવા અને પાસાની કાર્યવાહી ન કરવાના બદલામાં રૂા.૩૫ લાખની લાંચ લઇ લાંચ લેવામાં પુરૂષ સમોવડી પુરવાર થઇ છે.
મહિલા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. શ્વેતા જાડેજાએ રૂા.૨૧.૫૦ લાખની તોસ્તાન તોડબાજી કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ષ ૨૦૧૭થી ખાનગી કંપનીના એમડી કેનલ શાહ સામે તેના બે સાથી કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ પછી સાક્ષી એવા સિક્યુરીટી ઓફિસરે ધમકી અંગેની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકમાં નોંધાવી હતી.
બળાત્કાર અને ધમકી અંગેની તપાસ કરતા મહિલા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. શ્વેતાજાડેજાએ કેનલ શાહ સામે તપાસ પુરી થઇ ગઇ હોવા છતાં પાસાની કાર્યવાહીનો ડર બતાવી જેલમાં ન મોકલવા માટે રૂા.૩૩.૫૦ લાખનો તોડ કર્યો હતો. કેનલ શાહના ભાઇ ભાવેશ શાહે આ અંગે ક્રાઇમ બ્રાન્ચને અરજી આપી મહિલા પી.આઇ. શ્ર્વેતા જાડેજા સામે તપાસ કરવા માગ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. આર.એસ.સુવેરાએ પુરાવા એકઠા કરી મહિલા પી.આઇ. શ્ર્વેતા જાડેજા સામે લાંચ અંગે વિધિવત ગુનો નોંધી એસઓજી પી.આઇ. બળવંતસિંહ સોલંકીને તપાસ સોપી છે.
શ્વેતા જાડેજા સાડા ચાર વર્ષ પહેલાં પી.એસ.આઇ.તરીકે જોડાયા હતા તેમનું અમદાવાદના મહિલા પોલીસ મથકમાં પોસ્ટીંગ અપાતા પોલીસ મથકમાં પી.આઇ.ની જગ્યા ખાલી હોવાથી તેમને પી.આઇ.નો ચાર્જ સોપવામાં આવ્યો હતો. શ્વેતા જાડેજાએ દુષ્કર્મની ફરિયાદ અને ધમકી દેવા અંગેના ગુનાની તપાસ પુરી થઇ ગયા બાદ જુદા જુદા ત્રણ ગુનામાં પાસા થતું હોવાની કાયદાની સમજ આપવા કેનલ શાહ અને તેના ભાઇ ભાવેશ શાહને મહિલા પોલીસ મથકે બોલાવી રૂા.૨૫ લાખ માગ્યા હતા માગ્યા બાદ રૂા.૨૦ લાખ આપવાનું નક્કી થયું હતું. તે રકમ શ્ર્વેતા જાડેજાએ જામજોધપુર ખાતે રહેતા રહેતા જયુભા જાડેજાને આરસી આંગડીયા મારફત મોકલ્યા હતા ત્યારે આંગડીયા પેઢીમાં શ્ર્વેતા જાડેજાએ પોતાનું નામ જાનકી લખાવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.