જોરાવરનગર જંક્શન પાસે રહેતી મહિલાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને લીંબડી પોલીસ મથક સામે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પોલીસને ઘટના અંગે જાણ થતા મહિલાને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડી હતી. જ્યાં મહિલાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાઈ હતી.જોરાવરનગર જંક્શન પાસે રહેતી રેશમાબેન વાઘેલાના 20 વર્ષ પહેલા ખેડા રહેતા રાજુભાઈ વાઘેલા સાથે થયા હતા. સાસરિયાના ત્રાસથી કંટાળીને રેશમાબેન થોડા દિવસોથી ખેડાથી જોરાવરનગર પિયરમાં રહેવા આવી ગયા હતા. એકાદ બે દિવસ પહેલા જમાઈ રાજુએ સસરાને ફોન કરીને પત્ની રેશમાને ખેડા મોકલી દેવાની વાત કરી હતી. રેશમાના પિતાએ પુત્રીને સાસરીમાં જવા અંગે સમજાવી હતી. ગુરુવારે સવારે જોરાવરનગરથી રેશમા લીંબડી આવી હતી. બસ સ્ટેન્ડમાં 2 કલાક બેસી રહ્યા બાદ રેશમા લીંબડી પોલીસ મથકની સામે પીજીવીસીએલની ડિવિઝન ઓફિસ બહાર પહોંચી રેશમાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પોલીસ મથકે જાણ થતા સે.પીએસઆઈ કે.એચ.જનકટ, ચંદુભાઈ બાવળીયા સહિતના કર્મીઓ પોલીસ મથક બહાર દોડી આવ્યા હતા. 108 બોલાવી રેશમાને સારવાર અર્થે લીંબડી સિવિલમાં ખસેડી હતી. જ્યાં રેશમાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.