ચોટીલાના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા સહિત કાયદાનો કડક અમલ કરાવનાર પી.આઇ.નું પોલીસ સ્ટેશન માં જઇ સન્માન કર્યું
ચોટીલા માં તાજેતરમાં નિમણુંક પામેલ પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.નકુમે શહેરના વિવિધ વિસ્તારો સહિત ડુંગર તળેટી રોડ માં ટ્રાફિક ની બેનમુન વ્યવસ્થા સહિત કાયદાનો કડક અમલ કરતાં તેમની કામગીરીથી ચોટીલા ના વિવિધ વિસ્તારો માં રહેતી મહીલાઓ એ શુક્રવારે સાંજે પોલીસ સ્ટેશન માં જઇ ને પી.આઇ.નું સન્માન કરી શુભેચ્છા ઓ પાઠવી હતી.
ચોટીલા માં થોડા સમય પહેલા ચાર્જ સંભાળનાર પોલીસ ઇન્કેસપેક્ટર કે.ડી.નકુમે ફરજ સંભાળતાની સાથે જ શહેર ના અનેક વિસ્તારોમાં વર્ષોથી લોકોને સતાવતી ટ્રાફિક સમસ્યા સહિત કાયદો અને વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરાવતાં તેમની આ કામગીરી ની નોંધ ચોટીલા ના બુધ્ધિજીવી નાગરિકો એ લીધી હતી.
ચોટીલામાં થોડાં સમયમાં જ પોતાની કામગીરીથી પી.આઇ.કે.ડી.નકુમે લોકચાહના પ્રાપ્ત કરતા અને શહેર તથા ડુંગર તળેટીમાં ટ્રાફિક સહિતની સમસ્યા હલ કરતા શહેરના વિવિધ વિસ્તારોની મહીલાઓએ શુક્રવારે સાંજે પોલીસ સ્ટેશનમાં જઇ ચામુંડા માતાજીની તસવીર અર્પણ કરી શુભેચ્છા આપીને સન્માન કર્યું હતું.
આ સમયે પી.આઇ.કે.ડી.નકુમે ઉપસ્થિત બહેન દીકરીઓને તેમના વિસ્તાર માં કોઇપણ કાયદાકીય સમસ્યા હોય તો રજુઆત કરવા જણાંવ્યું હતું. આ પ્રસંગે હ્યુમન રાઇટસ સંસ્થા ના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રણજીતભાઇ ધાધલ સહિત જે તે મહીલાઓ તેમના પતિદેવો , બાળકો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.