ભુજના છઠ્ઠીબારી રીંગરોડ પર આવેલી એક દુકાનમાં હેર ટ્રીટમેન્ટ કરાવવા આવેલી એક એન.આર.આઇ. પરિણીતા સાથે દુકાનદાર યુવકે અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે એન.આર.આઇ. મહિલા સામે બિભત્સ ચેનચાળા કરનાર શખ્સને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ભુજ શહેરમાં આવેલ ફેમિલી સલુનની છે જ્યાં એન.આર.આઈ. પરિણીતા શુક્રવારે મધ્યાને હેર ટ્રીટમેન્ટ કરાવવા માટે ગયા હતા. વાળ સીધા કરાવવા છઠ્ઠીબારી રિંગરોડ પર આવેલ રોકસ્ટાર ફેમિલી સલૂન નામની દુકાનમાં ગયા હતા. જ્યાં તેમને હાજર શખ્સ પોતાનું નામ અલ્ફાઝ ખલીફા તરીકે આપ્યું હતું. મહિલા સાથે છેડતી કરી હતી જે બાદ મહિલા સંગઠન સહિતનો કાફલો સ્થળ પર ધસી ગયો અને સલુનમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો જેનો વીડીયો સામે આવ્યો છે.
મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ યુવાન પરિણીતા વાળ સ્ટ્રેટનિંગનો પ્રથમ સ્ટેપ કરાવ્યા બાદ ઘરે ગયા હતા અને બીજા દિવસે સવારે ફરીથી પરત આવ્યા હતા. આ પરિણીતા ઉપરના માળે જઇ બેસી રહ્યા હતા તેવામાં અલ્ફાઝ ખલીફા ત્યાં આવ્યો હતો અને બાદમાં મહિલાએ તેને ધક્કો આપતા તે વાળ સીધા કરવાની પ્રવૃત્તિ કરવા લાગ્યો હતો. મારી સાથે પ્રેમસંબંધ રાખવો હોય તો હું તને મુંબઇ ફરવા લઇ જઇશ વગેરે વાતો કરી હતી તેવું ફરિયાદમાં લખાવાયું છે.
વાળનું કામ પતી જતાં મહિલા નીચે ઊતરતાં હતાં તેવામાં “આ તે શું વિચારેલું છે” તેવું કહેતા પરિણીતાએ ના પાડતાં આ શખ્સ બળજબરીપૂર્વક શારીરિક અડપલાં કર્યાં હતાં. તેવામાં ભોગ બનનાર દુકાનમાંથી બહાર જતાં રહ્યા હતાં. બાદમાં ફરિયાદીએ પોતાના બહેન અને એક મહિલા સંગઠનના પ્રમુખને જાણ કરતાં આ ત્રણેય ત્યાં ગયા અને પોલીસને જાણ કરાતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.