મોતનું કારણ જાણવા લાશને જામનગર ખસેડાય: પતિ લાપતા થતા શંકાના પરિધમાં

ભચાઉ તાલુકાના કુંભારડી ગામની સીમમાં આવેલી વાડી પરથી મહિલાની વિકૃત હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મહિલાની હત્યા નિપજાવાઈ ? કે અપમૃત્યુ ? સહિતના રહસ્યોના જવાબ મેળવવા લાશને પીએમ માટે જામનગર મોકલી દેવામાં આવી હતી.

વધુ વિગત મુજબ ભચાઉ તાલુકાના કુંભારડી સીમમાં આવેલી ગંભીરસિંહ ભરતસિંહ જાડેજાની વાડીમાં મજુરીકામ કરતા મૂળ પંચમહાલ જિલ્લાના સુમિતાબેન દિનેશ નાયકની હોજની બાજુમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથધરી છે. સુમિતાબેન લાંબા સમયથી પતિ સાથે કુંભારડી સીમમાં આવેલી વાડી પર મજુરી કામ કરતા હતા.

કોહવાયેલી તેમજ કુતરાએ ફાડી ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં મહિલાનું ચારથી પાંચેક દિવસ અગાઉ મૃત્યુ નિપજયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે પરંતુ મૃતકનો પતિ પણ ભેદી સંજોગોમાં લાપતા હોવાનું ધ્યાને આવતા મહિલાની હત્યા નિપજાવાઈ ? કે અપમૃત્યુ ? સહિતના સવાલોના જવાબ મેળવવા લાશને પીએમ માટે જામનગર મોકલી દેવામાં આવી છે. તેમજ પતિની શોધખોળ માટે એક ટીમને પંચમહાલ મોકલવાની ગતિવિધિ પણ શ‚ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. બીજી તરફ પત્નીની લાશ મળી આવ્યા બાદ પતિ પણ લાપતા બનતા ઘટના પછવાડે અનેક ભેદભરમ વ્યકત કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.