‘નારી તુ નારાયણી’ સુત્રને આજે ખરા અર્થમાં મહિલાઓ સાર્થક કરી રહી છે. આજે સ્ત્રીઓ સામાજીક રાજકીય આધ્યાત્મિક કોઈપણ ક્ષેત્ર હોય વગેરેમાંકામ કરવા સશકત બની છે. એટલું જ નહિ પોતાની મેઘાવી શકિતથી આજે દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરતી જોવામળી રહી છે.
હાલ કોરોનાની મહામારીથી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે પણ સરકારનાજે તે વિભાગમાં ફરજ બજાવતી મહિલાકર્મીઓ નિષ્ઠાપૂર્વક અને પુરૂષોની સમકક્ષ સમાજ સેવાના કાર્યમાં જોડાઈ છે. સરકારના વહીવટી તંત્ર, આરોગ્ય શાખા, સિવિલ હોસ્પિટલ, પોલીસ ડિપાર્ટમેન્ટ સહિતના વિભાગોમાં અનેક મહિલાઓ કામ કરી રહી છે. ત્યારે હાલ કોરોના વાઈરસની ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા તેમજ લોકોની સુરક્ષા જાળવવા સતત ખડેપગે ઉપરોકત તમામ ડિપાર્ટમેન્ટ સજજ બન્યું છે. અત્યારે પોલીસ કમી;ઓ, નર્સિંગ સ્ટાફ, તબીબો, આંગણવાડી બહેનો વગેરેની સતત આવશ્યકતા ઉભી થઈ છે. ત્યારે આ વિભાગોમાં ફરજ બજાવતી મહિલાઓ પોતાનું ઘર પરિવાર છોડી પોતાની ડયુટી કરતા વધુ સમય સમાજ સેવા માટે ફાળવી રહી છે. લોકડાઉનનાં સમયમાં લોકો પોતાના ઘરે રહી સલામત બની રહ્યા છે.
અને વ્યસ્ત જીવનમાં માંડ પરિવારજનો સાથે રહેવાનો મોકો મળતા પોતાના સાથે સમય પસાર કરી આનંદ મેળવી રહ્યા છે.ત્યારે સ્વાભાવિક અત્યારે ઓનડયુટી મહિલા કર્મીઓને પણ પોતાના બાળકો પરિવારજનો સાથે રહેવાનું મન થાય તેમ છતા તસ્વીરમાં દેખાતી મહિલાઓ પોતાના બાળકો પતિને મૂકી નિષ્ઠાપૂર્વક પોલીસ જવાનોની સમકક્ષ ફરજ બજાવી રહી છે. શહેરના કે.કે.વી.ચોક, ઈન્દિરા સર્કલ, કોટેચા ચોક, રેસકોર્ષ રોડ સહિતના વિસ્તારમાં મહિલા પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે.