ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરતાં શ્રમિક પરિવાર ટ્રેક્ટર માં બેસી મજુરી કામે જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલક ની બેફિકરાઈ ના કારણે મહિલા અને તેની સાડા ચાર માસની માસૂમ બાળા નીચે પટકાતા તેના પર ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળતાં બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે મહિલાને ગંભીર હાલતમાં ગોંડલ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી
પ્રાપ્ત વિગતો મુજબ મોવિયા ગામે ખેત મજૂરી કામ કરતા મૂળ એમપીના રેનાબેન પ્રેમસિંગ ગરવાલ તેની સાડા ચાર માસની પુત્રી શારદા અને કૌટુંબિક કાકી કાલીબાઈ સેનસિંગ ગરવાલ સહિતના ઓ પપ્પુભાઈ ભુરીયા ના ટ્રેક્ટર ૠઉં03ખઇ 9780 માં બેસી મજૂરીકામ માટે જઈ રહ્યા હતા ત્યારે ચાલક પપ્પુભાઈ એ બેફિકરાઈથી ટ્રેક્ટર ચલાવતાં કાલીબાઈ અને સાડા ચાર માસની શારદા રોડ પર પટકાતા અને તેના પર ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળતાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.
જ્યાં બાળકીને ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી જ્યારે કાલીબાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી