રાજકોટમાં નિર્મલા સ્કુલ રોડ પર આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટમાં બીજા માળે પોતાના બહેન-બનેવી સાથે રહેતી મહીલા બાલ્કનીમાં સુકવેલા કપડા લેવા માટે ગઇ હતી પણ આંખનું ઓપરેશન થયા હોવાથી ઓછું દેખાતુ હતું તેથી બીજા માળેથી પટકાતા બેભાન થઇ જતા તેને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં તેનું ટુકી સારવાર દરમ્યાન મોત નિપજયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં નિર્મલા સ્કુલ રોડ પર આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટમાં પોતાના બહેન-બનેવીની સાથે રહેતા જીજ્ઞાબેન સુરેશભાઇ કોટેચા નામની મહીલા ઘરે બીજા માળે હતા ત્યારે બાલ્કનીમાં સુકવેલા કપડા લેવા માટે ગઇ હતી પણ પોતાએ કરાવેલ આંખનાં ઓપરેશનથી ઓછું દેખાવાના કારણે બીજા માળેથી પડી જતાં મોત નિપજયું હતું.
આ બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસ મથકના મહીલા પીએસઆઇ પી.એમ. અક વાલિયાને થતા સહીતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે મૃતકના બહેન-બનેવીની પુછતાછ કરતા તેમણે જણાવ્યું હતું કે જીજ્ઞાબેન અપરીણીત હતા તેઓ અહી અમારી સાથે રહેતા હતા જીજ્ઞાબેનને બી.પી. અને ડાયાબીટીસની બીમારી હતી. અને થોડાક દિવસો પહેલા જ તેમની આંખનું ઓપરેશન કરાવ્યું હતું. જેથી તેમને ઓછું દેખાતુ હતુ અને બાલ્કીમાં કપડા લેતી વેળાએ બીજા માળેથી પટકાતા બેભાન થઇ જતા મોત નીપજતા પરીવારમાં ગમગીની છવાઇ છે.