ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ગુરુવારે પોતાના તમામ 104 સભ્ય દેશોને ટી-20 ઈન્ટરનેશનલ સ્ટેટસ આપ્યું છે. આ તમામ સભ્ય દેશો માટે ગ્લોબલ રેન્કિંગ સિસ્ટમ પણ લાવવામાં આવશે.


હાલ ટી-20 દરજ્જો ધરાવતા 18 દેશ છે, જેમાં 12 ફુલ મેમ્બર ઉપરાંત સ્કોટલેન્ડ, નેધરલેન્ડ, હોંગકોંગ, યૂએઈ, ઓમાન અને નેપાળ છે. આઈસીસીએ 2021માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને વર્લ્ડ ટી-20માં બદલી દીધી. આગામી

ટી-20 વર્લ્ડકપ 2020માં ઓસ્ટ્રેલિયામાં યોજાશે


પુરૂષ ટીમો માટે આવતા વર્ષે જાન્યુઆરીથી લાગુ થશે નિર્ણય.આઈસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 104 દેશોની મહિલા અને પુરુષ ટીમોને અલગ-અલગ માન્યતા આપવામાં આવશે. મહિલા ટીમોને 1 જુલાઈથી અને પુરુષોની ટીમોને આવતા વર્ષે 1 જાન્યુઆરીથી દરજ્જો આપવામાં આવશે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.