એ ડિવિઝન પોલીસે ચેઇન સ્નેચિંગ કરનાર બે ને આશ્ચર્યજનક રીતે ઝડપી લીધા
મોરબીના જીઆઇડીસી મેઈન રોડ પર ગઈકાલે ચાલીને જઈ રહેલા મહિલાનો દોઢ તોલા સોનાનો ચેન આંચકી ભાગી જનાર બે સમડીને એ ડિવિઝન પોલીસે જેટ સ્પીડે પકડી પાડી ઉતમ કામગીરી કરી છે પરંતુ પોલીસે સમડી પાસેથી કબ્જે કરેલ ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ જોતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં રક્ષાબંધનના તહેવાર મનાવવા પોરબંદરથી આવનાર ફરીયાદી રીનાબેન તુલશીભાઇ ધરસંડીયા ઉ.વ. ૪૮ વાળા તેમના પતિ તથા પુત્ર સાથે મોરબી ક્ધયા છાત્રાલય રોડ ચીત્રકુટ ચોકમાં રહેતા તેમના દીયર પ્રવિણભાઇ ભવાનભાઇ ધરસંડીયાના ઘરે આવેલ હતા અને તેમના દેરાણી ચંદ્રીકાબેન સાથે બજારમાં ખરીદી કરવા ગયેલ અને ખરીદી કરી પરત ચીત્રકુટ સોસાયટી તરફ જતા હતા ત્યારે ૠઈંઉઈ મેઇન રોડ સંસ્કાર બ્લડ બેંન્કની સામે રોડ ક્રોસ કરતી વખતે તેમની પાછળથી અચાનક જ મોટર સાયકલ પર બે અજાણ્યા માણસો આવી ફરીયાદીએ ગળામાં પહેરેલો દોઢ તોલાનો કિ. રૂ. ૩૫૦૦૦/- નો સોનાનો ચેઇન બળપૂર્વક ઝુંટવી લઇ નાસી ગયેલ હતા
આ મામલે ફરીયાદીએ તરત જ તેમના પતિ તથા દીયરને જાણ કરતાં તેઓ આવી ગયેલ અને પોલીસને તાત્કાલીક જાણ કરેલ હતી.
મોરબી શહેરમાં ઘણા સમય પછી ચેઇન સ્નેચીંગનો બનાવની જાણ થતાં જ તાત્કાલીક પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા તથા મોરબી વિભાગના ના.પો.અધિ. બન્નો જોશીએ એ ડીવીજન પી.આઇ. ને આરોપી તથા મુદામાલ તાત્કાલીક પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે પોલીસે બનાવ સ્થળ ઉપર પહોંચી ફરીયાદી પાસેથી આરોપીઓનું વર્ણન મેળવી એ ડીવીજન ખાતે આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સી.સી.ટી.વી. પ્રોજેકટ રૂમમાં વર્ણન મુજબના આરોપીઓને ટ્રેસ કરતાં કેમેરામાં કેદ થઇ ગયા હતા જે તેમનો ફોટો તાત્કાલીક પોલીસના વોટસએપ ગ્રુપમાં સરકયુલેટ કરી આરોપીઓની ઓળખ મેળવવા તજવીજ કરેલ હતી અને એ ડીવી. ડી સ્ટાફના કોનસ્ટેબલ નિર્મળસિંહ જાડેજાએ આરોપી કમલેશ અને પપ્પી હોવાનું જણાવી શંકા દર્શાવી હતી, જેના અનુસંધાને આજ રોજ પોલીસે શનાળા રોડ પર મુરલીધર હોટલ પાસે ભક્તિનગર સર્કલ નજીક ઉપરોક્ત વર્ણનવાળા આરોપી (૧) કમલેશ બાબુભાઇ કુંઢીયા, ઉ.વ. ૨૪ રહે. મોરબી-ર, કુળદેવી પાન પાછળ મફતીયા પરા, મોરબી અને
(ર) પપ્પીભાઇ નાગજીભાઇ વીકાણી, .ઉ.વ. ર૦, રહે. મોરબી, શકત શનાળા, મોરલીધર હોટલ પાછળ વાળી શેરી વાળો બનાવ સમયે વાપરેલ મોટર સાયકલ પર પસાર થતા હતા ત્યારે તેમને રોકીને ચેક કરી વેરીફાઇ કરતાં તેઓ ગઇ કાલે ઉપરોકત બનાવના આરોપીઓ હોવાનું જણાઇ આવેલ અને તેઓની ઝડતી તપાસ કરતાં મુદામાલ સોનાનો ચેઇન તેમની પાસે મળી આવેલ હતો અને તેમની આ બાબતે યોગ્ય રીતે પુછપરછ કરતાં તેઓએ ગઇ કાલે ઉપર જણાવ્યા મુજબની હકીકતે ચેઇન ઝુંટવેલ હતો તેમ જણાવેલ. જેથી બન્ને ઇસમની મુદામાલ સાથે ધરપકડ કરી ગુન્હામાં વાપરેલ મોટરસાયકલ જપ્ત કરવામાં આવેલ હતું.
ઉલ્લેખનિય છે કે આરોપી કમલેશ અગાઉ એ – ડીવીજન વિસ્તારમાં સુપર ટોકિઝ પાસે એસ.ટી. ડ્રાઇવરને છરી મારવાનો ગુન્હામાં પકડાયેલ હતો અને એ ડીવીજન પો.સ્ટે.ના દાઉદી પ્લોટ વિસ્તારમાં છરી મારી ઇ.પી.કો. ૩૦૭ મુજબના ગુન્હામાં પણ પકડાયેલ ઉપરાંત દારૂ પીવાના ગુન્હામાં પણ અગાઉ પકડાયેલ હતો જ્યારે આરોપી પપ્પી વિકાણી અગાઉ જામનગરના બી ડીવીજન પો.સ્ટે. ના મારામારીના ગુન્હામાં પકડાયેલ હતો અને મોરબી એ ડીવીજન પો.સ્ટે. માં દારૂ પિવાના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ગયેલ છે.પોલીસની આ સફળ કામગીરી કામગીરી પીઆઇ આર.જે.ચૌધરી, મહીલા પો.સ્ટે.ના ઙજઈં અર્ચના રાવલ તથા તેમની સાથે બંદોબસ્તમાં રહેલ સ્ટાફ, એ ડીવી. ડી સ્ટાફ PSI M V Patel , PC જયપાલભાઇ લાવડીયા, PC નિર્મળસિંહ જાડેજા, HC કિશોરભાઇ મિયાત્રા, ઙઈ ભરતભાઇ ખાંભરા, ઙઈ શક્તિસિંહ ઝાલા, ઙઈ રણજિતસિંહ ગઢવી,ડ્રાઇવર ઙઈ દિનેશભાઇ ધ્રાંગા સાહિતનાઓએ કરેલ હતી.