રફીના બધા જ મૂડના ગીતો રજૂ થશે: કાર્યક્રમના આયોજકો ડો.ડેલીવાલા પરિવાર ‘અબતક’ના આંગણે
વો જબ આયે, બહોત યાદ આયે. રવિવારે મોહમ્મદ રફી સંગીત સંધ્યા યોજાઈ છે. રફીના બધા જ મૂડના ગીતો રજૂ થશે. કાર્યક્રમના આયોજકો ડો.ડેલીવાલા પરિવાર ‘અબતક’ના આંગણે આવ્યો હતો.
આ સંગીત સંધ્યામાં બધા જ મુડના ગીતો ડો.અર્પિત ડેલીવાલા, ડો.દિલીપ ડેલીવાલા પોતાના આગવા ઓડીયો-વિઝયુઅલ પ્રેસેન્ટેશન સાથે રજુ કરીને આ સંગીત સંધ્યાનું ટાઈટલ ‘મુડસ એન્ડ મેલોડીઝ’ સાર્થક કરશે. સંગીત સંધ્યાને યાદગાર બનાવીને રફી સાહેબને શ્રદ્ધાંજલી આપશે. ૧૯૬૦-૭૦ના દાયકાના સંગીત યુગના બેતાજ બાદશાહ જેવા લોકપ્રિય ગાયક મો.રફીની ૩૭મી પુણ્યતિથિ નિમિતે રાજકોટના અદ્યતન પ્રમુખસ્વામી ઓડીટોરીયમમાં સંગીત સંધ્યા ૪ વાગ્યે યોજાયેલ છે.દર્દીલા ગીત, શાસ્ત્રીય (કલાસીકલ) ગીત, ધમાલ મસ્તી ગીત, કોમેડી ગીત, રોમેન્ટીક ગીત, બ્લેક એન્ડ વ્હાઈટ ગીત, ડયુમેટ ગીત, ગઝલ, કવ્વાલી, ધાર્મિક ગીત વગેરે બધા જ મુડના ગીતોને પોતાની આગવી શૈલીથી રજુ કરનાર રફી સાહેબ આજે પણ લોકોના દિલમાં વસેલા છે. ડો.ડેલીવાલા પરિવાર મો.રફીના વિશિષ્ઠ ચાહકો છે.રફી સાહેબને શ્રદ્ધાંજલી આપવા માટે ડો.દિલીપભાઈ ડેલીવાલા ૩૧ જુલાઈ ૨૦૧૩ થી શ‚ કરેલ વેબસાઈટમાં તેમણે તથા ડો.અર્પિતએ ગાયેલા ૬૦૦ થી વધારે સૂમધુર ગીતો સમાવેશ કરેલ છે. આ કાર્યક્રમમાં તેમને ડો.ફાલ્ગુની ત્રિવેદી, કાજલ કાથરેચા તથા ગ્વાલીયરથી આવેલા માત્ર ૭ વર્ષનો જેત્રા શર્મા સાથ આપશે. જેત્રા શર્માએ આટલી નાની ઉંમરમાં મો.રફીના અનેક ગીતો ગાઈને લોકોના દિલ જીતેલા છે.ડો.અર્પિત છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટમાં વોઈસ ઓફ રહી તરીકે પ્રસિદ્ધિ પામેલ છે અને તેમણે રાજકોટ ઉપરાંત મુંબઈ, દિલ્હી, કાશ્મીર, માઉન્ટ આબુ વગેરે કાર્યક્રમમાં ગીતો ગાયેલ છે.બધા જ ગીતો પ્રમુખસ્વામી ઓડીટોરીયમનાં વિશાળ સ્ક્રીન પર ઓડિયો-વિઝયુલ ઈફેકટ સાથે રજુ કરશે. કાર્યક્રમનું આયોજન, સંકલન તથા દિગ્દર્શન ડો.દિલીપ ડેલીવાળા કરશે.