ડો. દર્શન જાની અને ડો. જીગર પાડલીયાને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને તબીબો દ્વારા અભિનંદનની વર્ષા
એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલના બે તબીબો કે જેમણે તાજેતરમાં ઈન્ડીયન ડિપ્લોમાં ઈન ક્રિટીકલ કેર મેડીસીનની પરીક્ષામાં પ્રથમ અને ત્રીજા ક્રમે ઉતિર્ણ કર્યું છે. જેમાં હોસ્પિટલનાં ડો. દર્શન જાની ઓલ ઈન્ડીયામાં પ્રથમ રેન્ક મેળવીને ગોલ્ડન મેડલ મેળવેલ છે. અને ડો.જીગર પાડલીયાએ ત્રીજો ક્રમ મેળવ્યો છે.
આ બંને તબીબોએ વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે ક્રિટીકલ કેર મેડીસીનમાં ડો. નરેશકુમાર બરાસરાના માર્ગદર્શન હેઠળ તાલીમ અને અનુભવ મેળવેલ છે. આઈડીસીસીએમ કોર્ષ એ એમ.ડી.ડીગ્રી પછી થતો સુપરસ્પેશ્યાલીસ્ટ કોર્ષ છે જે ઈન્ડીયન ક્રિટીકલ કેર સોસાયટી ઓફ ઈન્ડીયાના આશ્રય હેઠળ વોકહાર્ટ હોસ્પિટલ, સહિત દેશની મોટાભાગની ટર્સરી કેર હોસ્પિટલમાં ચલાવવામાં આવે છે.
આઈડીસીસીએમની પદવી મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરે પરીક્ષા દેશના પ્રખ્યાત અને અગ્રણી ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ દ્વારા લેવામાં આવે છે. જેનું પરિણામ આશરે ૨૫% જેટલુ આવ્યું છે.
આ મહત્વપૂર્ણ સ્પેશ્યલીટીમાં ભવ્ય સિધ્ધિ મેળવનાર બંને તબીબોનું વોકહાર્ટ ગ્રુપના કલીનીકલ ડાયરેકટર ડો. કલાઈવ ફર્નાન્ડીસ તેમજ વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણીએ અભિનંદન પાઠવી સન્માન કર્યું હતુ ડો. દર્શન જાની અને ડો. જીગર પાડલીયાક હાલમાં વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.