કોઇપણ ઇમરજન્સી માટે ર૪ કલાક અવિરત સેવા મળશે

સૌરાષ્ટ્ર-કચ્છની સુપ્રસિઘ્ધ અને એક જ છત્ર હેઠળ તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા અને સારવાર પુરી પાડતી રાજકોટની એન.એમ. વિરાણી લોકહાર્ટ હોસ્પિટલ, જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન પણ રાઉન્ડ ધી કલોક એટલે કે ર૪ કલાક રાત-દિવસ કાર્યરત રહેશે. ખાસ કરીને આ તહેવારો દરમ્યાન સતત ભીડ અને ભારે વાહન વ્યવહારને કારણે થતા અકસ્માતો, ફ્રેકચર, હેમરેજ, હ્રદયરોગનો હુમલો, ટ્રોમા, ઝાડા ઉલ્ટીના કેસો (કોરોના સિવાયના) માટે કે અન્ય કોઇ પ્રકારની ઇમરજન્સી તબીબી સેવાઓ માટે હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો અને નસીંગ સ્ટાફ ખડે પગે રહેશે.

આ વર્ષે જન્માષ્ટમીના તહેવારો આપણે અને આપણા પરિવારે કોરોના વાયરસના કારણે ખુબ જ નિયંત્રીત રીતે ઉજવવાના છે. તહેવારોમાં બીનજરુરી રીતે બહાર ન નીકળી અને જન્માષ્ટમી કૃષ્ણ જન્મ મહોત્સવ વગેરે આપણે આપણા નિવાસ સ્થાને પરિવાર સાથે રજાઓ અને તહેવારો ખુબ જ આનંદમય રીતે માણીયે તેવી સૌરાષ્ટ્ર-કચ્છના તમામ નગરજનોને વોકહાર્ટ  હોસ્પિટલના સેન્ટર હેડ ડો. જગલીશ ખોયાણીએ શુભેચ્છા પાઠવી છે. આમ છતાં કોઇપણ પ્રકારની ઇમરજન્સીની ક્ષણોમાં હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના મો. નં. ૭૪૦૫૧ ૭૪૦૫૧ ઉપર સંપર્ક કરવા હોસ્પિટલની એક યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.