ચેરમેન હબિલ ખોરાકીવાલાની આત્મકથા ઓડીસી ઓફ કરેજ – અસ્ટોરી ઓફ એન ઇન્ડિયન મલ્ટીનેશનલનું વિમોચન: દેશવિદેશના ૧૫૦૦ થી વધુ મહાનુભાવોની પ્રેરક ઉ૫સ્થિતિ

૫૦ વર્ષની સફળતાપૂર્વકની પૂર્ણતા ઉપર વોકહાર્ટ ગ્રુપે એનએસસીઆઇ ડોમ, મુંબઇ ખાતે લગભગ ૧૫૦૦ મહાનુભાવોની તમામ સફળતા, સિઘ્ધિ, શોધ નવિનતા, એવોડ! અને સન્માનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વોકહાર્ટ ગ્રુપના ચેરમેન ડો. હબિલ ખોરાકીવાલાની આત્મકથા – ઓડીસી ઓફ કરેજ – અ સ્ટોરી ઓફ એન ઇન્ડીયન મલ્ટિનેશનલનું વિમોચન શાંતી માટેનો ગૌરવપ્રદ નોબલ પુરસ્કાર મેળવનાર કૈલાસ સત્યાર્થીના હસ્તે કરવામાં આવ્યું હતું.આત્મકથાના વિમોચન પ્રસંગે રેલમંત્રી પિયુષ ગોયલ, ગોદરેજ ગ્રુપના ચેરમેન અદી ગોદરેજ, આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોએન્કા, યુનિવસીટી ઓફ ઇસ્ટ એન્ગલીયા, યુકેના પ્રોફેસર ઓફ મેડીકલ માઇક્રોબાયોલોજી, ડેવીડ લીવરમોર અને પાર્ટનર્સ હેલ્થકેર ઇન્ટરનેશનલના એમડી, પ્રેસિડેનટ અને સીઇઓ તેમજ હાર્વર્ડ મેડીકલ સ્કુલ, બોસ્ટન, મેસેચ્યુસેટસના પ્રોફેસર ઓય મેડીસીન ગિલ્બર્ટ એચ મજની ઉ૫સ્થિતિ રહ્યા હતા. ડો. હબીલ ખોરાકીવાલાના એ તેમના પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ હતું કે સ્વપ્નો સેવવામાં, ઓછા ઉપયોગ કરેલા માર્ગને અપનાવવામાં સિમાચિન્હ ઉભુ કરવામાં, વૈશ્ર્વિક કક્ષાએ પહોચવામાં, આંતરદ્રષ્ટિ કેળવવામાં તકોને તકોને ખોળવામાં ક્ષિતિજોને વિસ્તારમાં અને ઉમદા અને નાવિન્યપૂર્ણ કાર્યસંસ્કૃતિ ઉભી કરવામાં અને મુલ્યો ખાતર  મલ્યોનું સર્જન કરવા માટે અમોને કષ્ટદાયક ૫૦ વર્ષનો સમગ લાગ્યો છે. વોકહાર્ટ હોસ્પિટલના મેનેજીંગ ડીરેકટર કુ. ઝહબિયા ખોરાકીવાલાએ જણાવ્યું હતું કે મારા પિતા ડો. હબિલ ખોરાકીવાલા ફામા વ્યવસાય પોતાના મગજથી અને હોસ્પિટલનો વ્યવસાય પોતાના દિલથી ચલાવે છે. દર્દીની સંભાળ એ કંઇક એવી બાબત છે કે તે તેમના માટે ખુબ જ અગત્યની છે. અને તેઓ અમને હંમેશા તે હેતુ પાર પાડવા પ્રોત્સાહન આપે છે તેથી જે અમે અહીં વકોહાર્ટ ખાતે સાચા અર્થમાં માનીએ છીએ લાસફ વિન્સ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.