અમરેલી જીલ્લા ના પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી જીલ્લા ની મુલાકાતે પધાર્યા હતા ત્યારે અમરેલી ના ત્રી-મંદિર ખાતે અમરેલીના નવયુવાન દ્વારા બનાવાયેલી કોરોના વેક્સિન નું મહત્વ સમજાવતી શોર્ટ ફિલ્મ “”wo phir aa gaya””નું લોન્ચિંગ પ્રભારી મંત્રીશ્રી ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જિલ્લા ના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, અને ધારી વિધાનસભા બેઠક ના ધારાસભ્ય જે.વી.કાકડીયાની વિશેષ ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું.
આ શોર્ટ એડ ફિલ્મ ના માધ્યમ થી યુવાનો દ્વારા અલગ રીતે સોશિયલ મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ શોર્ટ ફિલ્મ માં અમરેલી ના જાણીતા ચેહરાઓ કેવલ મેહતા, નિકુંજ મોદી, પ્રાર્થના જોશી, એ એક્ટિંગ ના માધ્યમ થી વેક્સિન અંગે જાગૃતિ લાવતો મેસેજ પહોચાડવાનું કાર્ય કર્યું છે.
પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આવી સરસ અને લોકો માં જાગૃતિ લાવતી ફિલ્મ બનાવવા માટે આ યુવાનો ને અભિનંદન આપ્યા હતા. અને તેમણે ઉમેર્યું હતું કે આ મહામારી ના સમયમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે આવા નવીનત્તમ પ્રયત્નો થવા જરૂરી છે.
આ તકે અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા જેઓ યુવાનોને હમેશા પ્રોત્સાહન પૂરું પાડતા આવ્યા છે તેમણે આ યુવાનો ને અભિનંદન આપ્યા હતા.
આ યુવાનો ની ફિલ્મ નિહાળી લોકો તેમના પ્રયત્નો ની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને લોકો તરફથી તેમના પર અભિનંદન ની વર્ષ થઈ રહી છે.