માનવ મગજ જટીલ અને અનન્ય છે, મેમરી મગજનો એક ભાગ બની રહે છે જે સમજવું મુશ્કેલ છે: વૈજ્ઞાનિકો પણ દાયકાથી મગજ અને યાદ શકિતનો અભ્યાસ કરી રહ્યા છે
ગુડ મેમરી ડે ભૂતકાળની વસ્તુઓ વિશે વિચારવા અને તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે એક રીમાઈન્ડર આપે છે: યાદો આપણને આનંદ આપે છે અને તેને યાદ કરતાં આપણા માનસપટ પર એ આભાષી ચિત્રો સાથે દેખાવા લાગે છે
‘યાદ’ એ શ્ર્વાસ જેવી હોય છે, હંમેશા સાથે હોય પણ ‘દેખાતી’ નથી, આપણાં જીવનમાં એવા ઘણા પાત્રો હોય છે જેને આપણે રોજ યાદ કરીએ છી
સૌથી વધુ યાદ બાળકોને રહી જતું જોવા મળે છે ત્યારે બાળથી મોટેરાને તેના જીવનમાં બનેલી વિવિધ ઘટના પ્રસંગો, સુખ-દુ:ખ સાથે ખટ્ટ મિઠા પ્રસંગો સદૈવ યાદ રહી જાય છે. આપણા જીવનમાંસારા નરસા બનાવોની સ્મૃતિ મગજ સંઘરી રાખે છે અને તેના જેવી ઘટના જયારે જોવા મળે ત્યારે આપણા માનસપટ પર એ આપણીઘટના યાદ આવી જાય છે. આજે આવી જ યાદોનો દિવસ છે.એટલેકે, ગુડ મેમરી ડે કે.બધાનાા જીવનમાં સારી યાદોનો મોટોખજાનો હોયજ છે. જેને સમયાંતરે વાગોળ્યા કરે છે.
આપણુ મગજ જટીલ અને અનન્ય છે,મેમરી મગજ નો એક ભાગ બની રહે છેજેને સમજવું મુશ્કેલ છે. આપણા વૈજ્ઞાનિકો પણ દાયકાઓથી મગજ અને યાદ શકિત ઉપર અભ્યાસ શોધ, સંશોધનો કરી રહ્યા છે.આપણે જેમ જેમ મોટા થાય તેમ તેમ યાદ શકિતના કોષો ક્ષીણ થતી ભૂલીજવાય છે. જીવનમાં ઘણી વાતોભૂલવાજેવી જ હોય તેને ફરિયાદ કરીને દુ:ખી ન થવાય. સારી યાદોનો સંગ્રહ સાથે આપણે વર્ષો પછી કોઈકને મળીએ ત્યારે થોડુ યાદ કરીને તેનુંનામ અને છેલ્લે કયારે મળ્યાતે યાદ અપાવવી એ છક્ષએ તારીખ-મહિનો સમય આપણને ફિકસ યાદ રહેતું નથી.
ફિલ્મોમાં પણ ‘યાદ’ ઉપરથી ઘણા ગીતો બન્યા છે. જેમાં અમુક ગીતો વર્ષો બાદ ફરી ફરી સાંભળવા ગમે છે જેમકે યાદે ન જાયે બીતે દિનોકી, યાદ કીયા દિલને કહી હોતુમ, જેવા ઘણા ગીતો સાથે પણ આપણી એક લાંબી યાદોની સફર જોડાયેલી છે. અમુક ગીતો આપણને બહુજ ગમે છે તેની પાછળ પણ તેના શબ્દો સાથે આપણા જીવનની મીઠી યાદોનો મેળાપ થતો હોવાથી તે આપણે ગુનગુનાવીએ છીએ.
ભૂતકાળની ઘટનાઓ, સકારાત્મક વિચારો, પરિવારનાવિવિધ પ્રસંગો જેવું આપણને ઘણુ યાદ રહી જાય છે. આપણને આપણાં પ્રારંભના પ્રાથમિક શિક્ષણના દિવસો, મિત્રો, શિક્ષકો બધુ જ ચાર પાંચ દાયકાઓ પછી પણ યાદ રહી જાય છે.
વૈશ્ર્વિક સ્તરે આજનો દિવસ ચિંતાઓ અને સંઘર્ષો ભૂલી જઈને ગુડ મેમરી સાથે ગમતા પાત્રોની યાદો ને યાદ કરવાનો છે. ભવિષ્યના ભય કે ભૂતકાળના ખરાબ સમયને કયારેય યાદ ન કરવો. દરેકના જીવનમાં સારીર મેમરી હોય જ છે. તેને યાદ કરવીને તેમાથી જ તમારી નવી પેઢીને માર્ગદર્શન આપો આજના ઘણા પરિવારો નાના બાળકોના જન્મથી શરૂ કરીને ભણવા જાય ત્યાં સુધીની તમામ ‘મેમરી’ સાચવી રાખે છે. આપણેવર્ષો પહેલાના લગ્ન આલબંબમાં આપણા ફોટા જોઈને ઘણી યાદો તાજી કરીએ છીએ.
આજના યુગમાં મેમરીકાર્ડ, મોબાઈલ જેવી વિવિધ સુવિધા ને કારણે હવે આપણે તારીખ વાઈજ ડેડા સંગ્રહ કરી શકીએ છીએ પણ પહેલા એવું કાંઈ ન હતુ. ફકત યાદો જ હતી. આજે પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટાકે ફિલ્મ જોવાનો આનંદ કંઈક જુદો જ જોવા મળે છે. આપણાં વડીલો આપણને તેની જૂની વાતો કરીને તેનાં ગોલ્ડન દિવસોની વાત કરતાં ઘણીવાર જોવા મળે છે. આજે તો મગજની વિવિધ કસરતો કરીને તમારી યાદ શકિતમાં વધારો કરી શકો છો તમે ફરવા ગયા હાય અને પછી તેજ સ્થળે ફરી જાઓ ત્યારે ઘણુ બદલાયેલું જોવા મળતા તમે જુની યાદોને તાજી કરીને તરત જ બીજાને એ વાત કરો છો.
તમારી યાદ શકિત કેટલી સારી છેતે ચકાસવાનો પણ આજે દિવસ છે. ભૂલકણાં સ્વભાવ ઘણીવાર પોતાના હેરાનગતીમાં મૂકી દેતો હોય છે.તમારા જ જીવનમાં તમે સમજણા થયા ત્યારથી આજ દિવસ સુધીની વિવિધ યાદોને કયારેક નિરાંતે ફાસ્ટ ફોરવર્ડ કરજો, જીવનની બહું ઓછી વાત કે પ્રસંગ તમને યાદ હશે. યાદગાર દિવસ ગુડ મેમરીને યાદ કરવાથી બનતો હોય છે. એરિસ્ટોટસના સમયથી જ માનવ યાદ શકિતનો અભ્યાસ અને સ્મૃતિને સમજવાના પ્રારંભિક પ્રયાસો તેના ગ્રંથ ‘ઓન ધ સોસ’માં જોવા મળે છે.
તે પ્રથમ વ્યકિત હતા કે જેને કહ્યું કે ‘માનવ મન અને ખાલી સ્લેટ બંને સરખા છે’ બાદમાં જહોન લોકેઆવિચારને પ્રચલિત કર્યો હતો. 880માં જર્મન ફિલસુફ એબિંગ હોસે વૈજ્ઞાનિક ઢબે મેમરીનો અભ્યાસ કર્યો હતો. એ જમાનામાં તેને ‘નોનસેન્સ’ શબ્દ સૂચિનો ઉપયોગ કરેલો.હર્મન એબિંગહોસે મેમરીને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી હતી જેમાં સંવેદનાત્મક ટુંકાગાળાની અને લાંબાગાળાની યાદોની વાત કરી હતી 1904માં રિચાર્ડ સેમોએ કહ્યું કે માણસના મગજના ચેતાકોષો ભૌતિક નિશાન છોડે છેતેને મેમરી ટ્રેસ કે એન્ગ્રામ કહેવાય છે.અમેરિકન સાયકોલોજીસ્ટ કાર્લલેશલીએ ઉંદરો પરપ્રયાગે કરીને શોધ્યું કે આખા મગજમાં આપણી યાદો પથરાયેલી હોય છે, જોકે માનવ મગજ ગર્ભમાં જ યાદોને વિકસાવવા સક્ષમ હોય છે.
ગુડમેમરી ડે તમને તમારા ભૂતકાળની બધી સુંદર ક્ષણોની યાદ અપાવવા અને આવનારા સમયમાં તેને વધુ બનાવવાની તક આપે છે. આ ગાળામાં યાદ શકિત સાથે સંઘર્ષ કરનારાઓને સ્વીકારવાનું અને કરૂણા દર્શાવવાનું ભૂલતા નહી 1950 થી 1960ના ગાળામાં જ્ઞાનાત્મક ક્રાંતિની શરૂઆત થઈ હતી 1980 થક્ષ 1990 આ પરત્વેનો ઈનોવેશનનો તબકકો ગણાય છે.
મગજમાં વિચારો આવવા કે ન આવવા દેવા તે હવે ન્યુરોટ્રાન્સમીટર નકકી કરે !
આજે માનવ મગજ પર ઘણા સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે મગજને કંટ્રોલ પણ કરી શકાય છે. ખાસ પ્રકારનાં કેમીકલની મદદથી મગજમાં આવતા ખોટા વિચારો અને ખરાબ યાદોને દૂર પણ કરી શકાય છે. આ કેમીકલ મગજની યાદ શકિત પર પણ અસર કરે છે. મગજમાં મેમરી સ્ટોર કરનારા ક્ષેત્ર પર અસર કરીજૂની યાદો કે ખોટા વિચારોને રોકવા મદદ કરે છે. હિપ્પોકેમ્પસ એવું ક્ષેત્ર છે કે જે વ્યકિતની લાગણી ટુંકીકે લાંબી યાદોને સ્ટોર કરવામાં મદદ કરે છે, આને સપ્લિમેન્ટ તરીકે ઉપયોગમાં લઈને લોકોને ડિપ્રેશ નથી પણ બચાવી શકાય છે.
હિપ્પો કેમ્પસ 16મી સદીમાં શોધાયો હતો
માનવ શરીર રચનાના અભ્યાસના પ્રણેતામાં જુલિયસ સીઝર, અરેન્ટિયસ, હિપ્નોકેમ્પસની શોધ કરે છે, એક જટીલ મગજનું માળખું જે મેમરીની રચનામાં સામેલ છે. 1880માં હર્મન એબિંગહાસ મેમરીનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવે છે. 1950 -1960ના ગાળામાં જ્ઞાનાત્મક ક્રાંતી ને જન્મ થયો હતો 1980 થી 1990ના ગાળામાં વૈજ્ઞાનિકો કમ્પ્યુટર સિમ્યુલેશન માટે મેમરીના ઔપચારીક મોડલને વિકસાવે છે.