૭૦ વર્ષ પહેલા નાનકડી ડેરી માંથી ભવ્યમંદિર નિર્માણ થયું, શિવલીંગમાં શંખ-જનોઇનો જોટો છે, મીલપરા વિસ્તારના લોકો માટે અપાર શ્રધ્ધાનું શિવાલય છે
આજથી ૭૦ પહેલા મીલપરા વિસ્તારમાં કુવાવાળા અવાવરૂ જગ્યા હતી. જયાં બાદમાં બાલ ક્રિડાંગણ બન્યુને સાથે નાનકડી ડેરી જેવું મંદિર બન્યું. બાદમાં લતાવાસીઓ દ્વારા શિવાલય નિર્માણ થયું હતું.
આજે વિશાળપાયા પર શિવ સાથે જીવની થયું ‘બોલબાલા’ મહાદેવ સુવિખ્યાત છે. પરશોતમભાઇ શિલ્પકાર દ્વારા નિમિત શિવલીંગમાં શંખ-ગદાને જનોઇનો જોટા સાથે દૃશ્યમાન થાય છે. અહીં તહેવારો સમયે અત્યાર સુધીમાં બે હજારથી વધુ વિવિધ શણગારો થયા છે. જેમાં કાચ-કલર, ફૂટ, શાકભાજી, રૂદ્રાશ, ભસ્ય, હિરા જેવા વિવિધ શણગારો ‘શિવજી’ના કરાયા છે.
મંદિરનાં પ્રાગણમાં રામ દરબાર, અંબાજી, ગાયત્રી, સ્વામિનારાયણ, રામકૃષ્ણ, જલારામબાપા, શિતળામાં, ગુરૂદતાત્રેય જેવા વિવિધ અગિયાર મંદિરો છે. મંદિરમાં દતાત્રેય જેવા વિવિધ અગિયાર મંદિરો છે. મંદિરમાં વિશાળ ત્રિશુલને ડમરૂ આકર્ષણનું કેન્દ્ર છે.
આ શિવાલયની વિશિષ્ટતાએ છે કે અહી દરરોજ રૂદ્રાભિષેક થાય છે. શ્રાવણી સોમવારે મહામૃત્યુજય જાય પણ કરવામાં આવે છે.
ધર્મમય રાજકોટ નગરીમાં ઉજવળા તમામ ધાર્મિક તહેવારો આ બોલબાલા મહાદેવ ઉજવાય છે. સવાર-સાંજ આરતી સાથે બપોરેને સાંજે ભુખ્યાને ભોજન પ્રસાદ પણ કરાવાય છે. રૂદ્રાથી માંથી બનાવેલ વિશાળ શિવલીંગ, શ્રાવણબાદ ભકતજનોને તેમાંથી રક્ષાપોટલી બનાવીને મહામૃત્યુજન યંત્ર સાથે વિનામૂયે પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આ શિવાલય રાજકોટનું એક માત્ર છે કે જેમાં શિવને જીવસેવા સાથે જોડીને એક માત્ર છે કે જેમાં શિવને જીવ સેવા સાથે જોડીને સેવા કરવામાં આવે છે. આ મંદિરે તમામ રાષ્ટ્રીય અને ધાર્મિક ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ મંદિરનાં સેવા કાર્યોને બે હજારથી વધુ એવોર્ડ મળ્યા છે. પવર્તમાન કોરોના મહામારીને કારણે માસ્ક ફરજીયાત કરાયેલ છે, સાથે સામાજીક અંતરથી દેવ દર્શન ભક્તજનોને કરવાની વ્યવસ્થા કરેલ છે.
આ બોલબાલા મહાદેવ મંદિરની આવક માંથી અશકતોને રાશનકીટ-પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. આ મંદિર આસપાસનાં વિસ્તારો મિલપરા, લક્ષ્મીવાડી, કરણપરા, કેવડાવાડી, ગુંદાવાડી, ભક્તિનગર સોસાયટીના લતાવાસીઓ માટે આ મંદિર ભક્તિસાથે આસ્થાનું કેન્દ્ર બનેલ છે.
બોલબાલા મંદિરના સેવા કાર્યો
શહેરનાં બોલબાલા મંદિરે વિવિધ સેવા કાર્યોને કારણે રાજકોટમાં સારી ચાહના મેળવેલ છે. જન્મથી શરૂકરીને મૃત્યું સમયે પણ સેવાકાર્યો થાય છે. આ મંદિરથી દવા, પુજાનાં વાસણો, વિધવા સહાય, નિહારનો સામાન, ઇલે. શબપેટી જેવી તમામ સેવા વિનામૂલ્યે અપાઇ છે. એકલાને અશકત લોકો માટે બેટંક ભોજન સાથે ઘેર ટીફીન પણ પહોંચાડાય છે. વિશેષ વિગત માટે સંચાલક જયેશ ઉપાધ્યાય ફોન નં.૯૩૭૪૧ ૦૩૫૨૩ અથવા લેનડલાઇન ૨૨૩૭૦૦૦ ઉપર સંપર્ક કરવો.