નાથાભાઈ કાલરીયા, પ્રતાપભાઈ પટેલ, જીમ્મીભાઈ અડવાણી લીધો મહાઆરતી લાભ
યાજ્ઞિક રોડ પર ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં ચાલી રહેલા સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપી રાસોત્સવમાં બીજા નોરતે સુર-તાલ અને બહેનોના જોશ વચ્ચે જાણે કે સ્પર્ધા થઈ હોય એવો માહોલ સર્જાયો હતો. આ ગોપી રાસોત્સવને માણવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોને પ્રોત્સાહિત કરી હતી.
ગોપી રાસોત્સવ એ રાજકોટ શહેરનું શ્રેષ્ઠ આયોજન છે અને આ રાસોત્સવને નિહાળવા માટે આવનારા તમામ શહેરીજનોએ એકી અવાજે સરગમ લેડીઝ ક્લબના આયોજનના વખાણ કરે છે. બીજા નોરતે નાથાભાઈ કાલરીયા, પ્રતાપભાઈ પટેલ, જીમીભાઈ અડવાણી, ડો. સિધ્ધાર્થભાઈ પટેલ, આ બધા મહાનુભાવો એ આરતી ઉતારેલ તેમજ મુખ્ય મહેમાન તરીકે રમેશભાઈ ટીલાળા, જગદીશભાઈ ડોબરિયા, એમ. જે. સોલંકી, રધુનંદનભાઈ સેજપાલ, જયશ્રીબેન સેજપાલ, મનસુખભાઈ રામાણી, સહિતના મહાનુભાવો નાં હસ્તે ઇનામો આપવામાં આવેલ છે.
ગોપિરાસ નાં નિર્ણાયક તરીકે ડો. માલાબેન કુંડલિયા, ભાવનાબેન માવાણી અને માયાબેન પટેલ એ સેવા આપેલ. ગોપિરાસ માં ઓરકેસ્ટ્રા તરીકે મનસુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીકલ મેલોડી કલર્સ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્યા (મુબઈ), મનીષાબેન કરીન્ડકર(મુંબઈ)સોનલબેન ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ગરબાઓની રમઝટ બોલાવશે.
સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ ક્લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, અલ્કાબેન કામદાર, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી,જયસુખભાઈ ડાભી, ભરતભાઈ સોંલકી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, હરેશભાઈ શાહ, લક્ષ્મણભાઈ ભૂત, ધીરૂભાઈ હિરાણી, માલાબેન લોઢીયા, બીનાબેન અનડકટ, બીનાબેન ઠક્કર, સંગીતાબેન સાચલા બને કલબના કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહેલ છે.