મધ્યપ્રદેશમાં ગાયોના વિકાસ માટે ગૌ– સેશ ઉઘરાવીને ૧ હજાર ગૌશાળા બનાવવાનું અભિયાન

દેશભરમાં ગૌ સુરક્ષાના નામે ચાલતી રાજનીતિમાં અત્યાર સુધી ભાજપ અને સંહગભગીની સંસ્થાઓનો જ ઈજારો હતો પરંતુ કોગ્રેશ પણ ગૌ સુરક્ષા માટે પાછીપાની કરતી ન હોવાની પ્રતિતી કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથે કરી છે. મધ્યપ્રદેશમાં ગૌ હત્યા કરનારાઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા અન્વયે કાનૂની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે.

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લા વહીવટી તંત્રએ ગૌ હત્યા સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓ વિરૂધ્ધ રાષ્ટ્રદ્રોહના ગુનો નોંધી આકરા દંડની કાર્યવાહી હાથ ધરી કોંગ્રેસ સરકારની ગૌ સુરક્ષા મુદે એક આગવી પહેલ કરવામાં આવી છે.મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથ સરકારે ગૌ સુરક્ષા માટેનું એક મહા અભિયાન હશથ ધરવામાં આવ્યું છે.

રાજયભરમાં ગૌશાલાનું નિર્માણ અને રાજયમાં વૈભવી મોટરો પર ગાયોના વિકાસ માટેના ફંડ માટે ગૌ શેશ ઉઘરાવીને ૧ હજાર ગૌશાળા બનાવવાનું અભિયાન ચાલુ કર્યું છે.સરકારે ત્રણ ગૌહત્યારાઓ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.જપને જ ગૌસુરક્ષાની વ્યવસ્થશાનો એકલો જશ ખાટવાની જરૂર નથી કોંગ્રેસપણ ગૌસેવા માટે પ્રતિબંધ છે.સરકારના ગૃહમંત્રાલય દ્વારા પોલીસને ગૌહત્યાનામામલે આકરી કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.

પોલિસને ૩ દિવસ પહેલા એવી બાતમી મળી હતી કે જાન્યુઆરી ૩૧ આસપાસ મોઘત વિસ્તારમાં ગાયોની કતલ કેટલાક લોકોએ કરી છે. પોલિસે બાતમી વાળા સ્થળે તપાસ માટે કર્મચારીઓને મોકલતા કેટલાક લોકોએ ખરેખર ગૌ હત્યાનું કૃત્ય કર્યું હોવાનું માલુમ પડયું હતુ.

ખંડવાના એસ.પી. સિધ્ધાર્થ બહુગુણાએ જણાવ્યું હતુ કે ઘટના સ્થળે ગાયનું કંકાલ હાથ આવ્યું છે. પરંતુ પોલિસ ધમધમાટનો સંકેતો મળતા આરોપીઓએ પૂરાવાઓ રફેદફે કરી નાખ્યા હતા અને મુખ્ય અપરાધીઓ ભાગી ગયા હતા અલબત પોલિસે ઘોંસ બોલાવી શંકમંદો તરીકે રાજુ, ઈલ્યાસ, નદીમ અને શકિલ નામના શખ્સોને ખરકડી ગામમાંથી ૧લી ફેબ્રુઆરીએ ઝડપી લીધા હતા.

જયારે આઝમ નામના શખ્સને ૨જી ફેબ્રૂઆરીએ ઝડપી લીધો હતો. નદીમ નામનો આરોપી અગાઉ પણ ગૌ હત્યામાં પકડાયો હતો. ઝડપાયેલા ત્રણે આરોપી વિરૂધ્ધ ગૌહત્યા નિષેધ કલમ ૫-૬-૯ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. આ આરોપીઓ સામે રાષ્ટ્રદ્રોહનો આરોપ પણ લગાવવામાં આવશે.

ભાજપ સરકારે અગાઉ આ કાયદાનું નિર્માણ કર્યું હતુ અને ભાજપના પૂર્વ લઘુમતી સેલના ઉપપ્રમુખ અનવરમેવ અને અન્ય નવ શખ્સો સામે ગૌ હત્યાનો મામલો નોંધાયો હતો. અનવરને પાછળથી ભાજપે પક્ષમાંથી કાઢી મૂકયો હતો. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારે ગૌ સેવાનું અભિયાન અસરકારક બનાવવાની સાથે સાથે ગૌહત્યારાઓ સામે આકરા કાયદાકીય પગલાઓથી ભાજપની જેમ કોંગ્રેસ પણ ગૌ હત્યા શાંકતી નથક્ષ તેવો સંદેશો આપ્યો છે.

ગયા મહિને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી આદિત્યનાથ સરકારે ગૌહત્યાના ત્રણ આરોપીઓ સામે બુલંદ શહેરમાં રાજદ્રોહનો ગુનોનોંધ્યો હતો. આ ઘટનામાં થયેલી હિંસામાંજ પોલિસ અધિકારીનો જીવ ખોવાયો હતો.મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારની આ ગૌભકિત સામે ભાજપે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

પરંતુ મુખ્યમંત્રી કમલનાથે રાજયમાં ગૌ હત્યાના આરોપીઓને રાજદ્રોહના ગુનામાંઆકરા દંડ માટેની તૈયારીઓ હાથ ધરતા દેશના રાજકીય મંચ પર ગૌપ્રેમ માત્ર ભાજપનો જ ઈજારો નથી કોંગ્રેસ પણ ગાયને સુરક્ષીત રાખવા ઈચ્છે છે. તેવો સંદેશો કમલનાથના આ પગલાથી મળ્યો છે.ગૌસુરક્ષા માત્ર ભાજપનો જ ઈજારો નથી કોંગ્રેસ પણ ગૌ સુરક્ષા માટે પ્રતિબંધ હોવાનો મુખ્યમંત્રી કમલનાથને નિર્દેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.