વિદેશ જતા ભારતીય વિઘાર્થીઓને સંભવિત આફતની સ્થિતિમાં સુરક્ષિત કવચ આપી શકાય તે માટે સરકારની પ્રતિબંધતા
ભારતના વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા જવા માટે સરકારી પરવાનગી અને રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું સરકાર વિચારી રહી છે. સરકાર ભારતીય વિદ્યાર્થીઓની વિદેશમાં તેમની પસંદગીની જગ્યાએ ભણવા જવા માટે મદદરૂપ થવાના હેતુથી વિદેશ જતાં પહેલા વિદ્યાર્થીઓએ સરકારમાં મંજુરી અને નોંધણી કરાવવાનું ફરજીયાત કરવામાં આવશે.
સંસદમાં ઇમિગેશન ધારા ૨૦૧૯ અંત ગર્ત વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓને વિદેશ ભણવા જવાની નીતીમાં જરુરી સુધારાઓની લોકોમાંથી આવેલી માંગણી અનુસંધાને કેટલાંક ફેરફારો કરવાનું નકકી કરવામાં આવ્યું છે.સરકારી પ્રવકતાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૧૯થી સરકારે વિદેશ ઇમિગેશન ધારામાં કેટલાંક ફેરફારો કરવાનું નકકી કર્યુ છે.
ભારતના વિદ્યાર્થીઓની વિદેશમાં ભણવા જવાની સંખ્યામાં દિનપ્રતિ દિન વધારો થઇ રહ્યો છે. વિવિધ ઉચ્ચ અભ્યાસ માટે વિશ્વનો તમામ દેશોમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભારતીય વિઘાર્થીઓ જઇ રહ્યા છે. ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ડીઝીટલ યુગમાં ભારતના વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે વધુ સહુલત, સરળતા અને રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારે વિદેશમાં જવા માટે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવાની ફરજ પાડી છે.
ભારત સરકાર વિદેશ જનારા વિદ્યાર્થીઓ અને પ્રદેશ જતી વખતે રજીસ્ટ્રેશન કરવાનો નવો ધારો અમલમાં મૂકી રહી છે.ભારત સાથે સાઉદી અરબ, અફધાનિસ્તાન, ઇરાક, જાર્ડન કુવૈત, લેબનોન લિલિયા, મલેશિયા, ઓમાન કતાર, સાઉદી અરબ, સુદાન, દક્ષિણ સુદાન, સિરિયા, થાઇલેન્ડ અને યમનમાં જનારા ભારતીયઓની સંખ્યા ખુબ જ મોટી છે.
સરકારના જણાવ્યા મુજબ વિઘાર્થીઓના રજીસ્ટ્રેશનનો હેતુ તેમની સલામતિ માટેનો છે. વિશ્વમાં અત્યારે ખુબ પ્રવાહીઓને પૂર્વતિ રહી છે. ત્યારે ભારત સરકારને એ ખબર હોવી જોઇએ છે પોતાના વિદ્યાર્થીઓ કયા દેશમાં કેટલી સંખ્યામાં કઇ સ્થિતિમાં છે.
વિદેશમાં અભ્યાસમાં માટે જનારા વિદ્યાર્થીઓને સરકારમાં રજીસ્ટેશન કરવા માટે ખુબ જ સરળ પ્રક્રિયા હાથ ધરવાની રહશે.ભારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલીના સમયમાં સરકાર દ્વારા કોઇપણ સ્થિતિમાં રક્ષિત કરી શકે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સરકાર દ્વારા નવા નિયમ મુજબ ભારતીય વિદ્યાર્થીઓ તમન. રોજગારી માટે વિદેશમાં વસતા ભારતીય નાગરીકોને શાંતિની સ્થિતિનો સુરક્ષિત પગલા લેવા માટે ઇવિગ્રેશન કાયદાનો જોગવાઇ કરવામાં આવી છે.કાયદા અનુસાર વિદેશમાં ભણતા આ વિદ્યાર્થીઓ અને તેમને મોકલનારી સંસ્થાઓ અને પટા એજન્સીઓને ફરજીયાત રજીસ્ટ્રેશનની આ જવાબદારી આવરી લેવામાં આવી છે.
ભારતીય નાગરીકોને વિશ્વભરમાં વધુ સુરક્ષિત બનાવવા અને તેમના ભવિષ્યને નિશ્ચિત બનાવવા માટે સરકારની પ્રતિબંધતાના ભાગરુપ આ વ્યવસ્થા કરવામાં આવી છે.ભારતીય વિઘાર્થીઓની સુરક્ષા માટે સરકાર ઉપરાંત રિલાયન્સ જેવી કંપનીઓ ટુંક સમયમાં જ અભ્યાસ માટે વિદેશમાં વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે પ્રવાસ વિમાની યોજના માટે તૈયારી કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.