નરેન્દ્ર મોદી શુક્રવારે બે દિવસની નેપાળ યાત્રા પર છે. સૌથી પહેલાં તેઓએ ઐતિહાસિક જનકપુર સ્થિત જાનકી મંદિરમાં દર્શન કર્યાં. જ્યાં તેઓએ મંજીરા પણ વગાડ્યાં હતા. જે બાદ PM મોદી અને નેપાળના વડાપ્રધાન ઓલીએ અયોધ્યા-જનકપુર વચ્ચેની બસ સેવાને લીલી ઝંડા બતાવી પ્રારંભ કરાવ્યો. 4 વર્ષમાં આ તેમની ત્રીજી મુલાકાત છે. બંને દેશો વચ્ચે નબળા થતા જતા વિશ્વાસ અને નેપાળમાં ચીનના વધતા જતા રસના કારણે મોદીની આ યાત્રા રાજકીય ક્ષેત્રે પણ મહત્વની માનવામાં આવે છે.
મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, “પહેલી વખત નેપાળ આવ્યો હતો તો બંધારણ સભામાં જ કહ્યું હતું કે વ્હેલાસર જનકપુર આવીશ. સૌથી પહેલાં તમારા બધાંની માફી માંગુ છું કેમકે મને આવવામાં મોડું થઈ ગયું. પરંતુ મન કરે છે કે સંભવતઃ સીતા મૈયાએ આજે ભદ્રકાળી એકાદશીના દિવસે જ મને દર્શન આપવાનો પ્રણ કર્યો હશે.”
“ભારત અને નેપાળ બે દેશ પરંતુ અમારી મિત્રતા આજથી નહીં ત્રેતા યુગથી છે.
રાજા નજક અને રાજા દશરથે માત્ર જનકપુર અને અયોધ્યાને જ નહીં પરંતુ ભારત અને નેપાળને પણ મિત્રતાના બંધનમાં બાંધી દીધું હતું.”આ બંધન લુંબિનીમાં રહેતા લોકોને બોધગયા લઈ જાય છે. આ જ સ્નેહ, આ જ આસ્થા આજે મને જનકપુર ખેંચીને લઈ આવ્યો છે. આ સન્માન યુગોથી ચાલતો આવ્યો છે.નેપાળ વગર ભારતની આસ્થા અધૂરી છે. નેપાળ વગર ભારતનો વિશ્વાસ અધૂરો છે, ઈતિહાસ અધૂરો છે. નેપાળ વગર અમારા ધામ અધૂરા, નેપાળ વગર અમારા રામ પણ અધૂરા.”
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com