રાસ નિહાળવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડયા
નાગર બોર્ડીંગમાં ચાલી રહેલા સરગમ ચિલ્ડ્રન કલબ આયોજિત કનૈયાનંદ રાસોત્સવમાં બાળ ખેલૈયાઓ ખીલી ઉઠયા છે. પરંપરાગત ગીત અને ફિલ્મી ગરબા ઉપર ઝૂમી રહેલા બાળકોને નિહાળવાનો પણ એક લ્હાવો છે. રોજ મોટી સંખ્યામાં મહેમાનો અને શહેરીજનો આવીને બાળ ખેલૈયાઓને પ્રોત્સાહિત કરતા
રહે છે.
આ રાસોત્સવમાં કાલે રમેશભાઈ ઘેટીયા, અરવિંદભાઈ પાટડીયા (સોની સમાજ આગેવાન), શિવલાલભાઈ આદ્રોજા (એન્જલ પંપ), બાલેન્દુભાઈ વાઘેલા (સામાજિક આગેવાન), વી.પી.જાડેજા (રાજકોટ જિલ્લા રમત-ગમત અધિકારી), સ્મિતલભાઈ ત્રિવેદી (અગ્રણી ઉદ્યોગપતિ), કિશોરભાઈ પટેલ (રાધા મીરા ઈન્ડસ્ટ્રીઝ), મહેશભાઈ ચૌહાણ (સિન્ડીકેટ સભ્ય), વિરેન્દ્રસિંહ ઝાલા (રાજકોટ શહેર ભાજપ અગ્રણી), ભાયાભાઈ સાહોલિયા (પ્રમુખ રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસીએશન) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
કનૈયાનંદ રાસોત્સવમાં દરરોજ વેલડ્રેસ તથા સા‚ રમનાર ૪૦થી વધુ બાળકોને લાખેણા ઈનામ આપવામાં આવે છે. આ ઈનામો વિનોદભાઈ ઉદાણી, હરેશભાઈ લાખાણી, બાન લેબ્સ કાૃં. (મૌલેશભાઈ પટેલ), ૭૭ ગ્રીન મસાલા-રાધે ગ્રુપ ઓફ એનર્જી (શૈલેષભાઈ માંકડિયા), એન્જલ પંપ (કિરીટભાઈ આદ્રોજા), ચોકોડેન (સંદિપભાઈ પંડયા, સુધીરભાઈ પંડયા) તરફથી વાઉચર તેમજ જીતુભાઈ પી.પટેલ (ટર્બો બેરિંગ) અને વડાલિયા ગ્રુપ-હાઈ બોન્ડ સિમેન્ટ તથા રેશ્માબેન સોલંકી તરફથી અપાશે. તેમજ નાગર બોર્ડિંગના પ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડાનો પણ સહયોગ મળી રહ્યો છે.
આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે દર્શિનીબેન કથ્રેચા, દિવ્યાબેન ભટ્ટ, હેમલબેન ભટ્ટ, છાયાબેન દવે, મીનાબેન ઠાકર, અલ્કાબેન કામદાર, હિનાબેન દવે સહિતના સેવા આપી રહ્યાં છે.