લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયેલા યુગલે પોતાના શરીરની પણ ખૂબ જ કાળજી લેવી જોઇએ. બીફોર મેરેજ જમવામાં શું કાળજી લેવી જોઇએ? હેલ્ધી ફૂડ ખાવુ જોઇએ, ત્રણ વાર ભરપેટની જગ્યાએ છ વાર થોડુ થોડુ જમવું હિતાવહ છે.
ડેઇલી એક્સરસાઇઝ કરવી જોઇએ. વીકમાં ૩ કે ૪ દિવસ કાર્ડીઓ ટ્રેનીંગ લેવી જોઇએ.
સવાર-સાંજ વોકિંગ કરવું જોઇએ. વોકીંગ કરવાથી વેઇટ લોસ થાય છે. સાથે સાથે તાજગી પણ મળી રહે છે. ૪૦ મીનીટ ચાલવાથી શરીરનું મેટાબોલીઝમ વધે છે.
ખૂબ પાણી પીવો. પાણી પીવાથી સ્કીન ગ્લો કરે છે અને સેલ્યુલેટ બહાર નીકળવાથી વજન ઘટે છે. સાથે સાથે ડાયજેશન પ્રોસેસ પણ સુધરે છે અને આંખો નીચેના ડાર્ક સર્કલથી છૂટકારો મળે છે.
એક રિસર્ચ પ્રમાણે સ્ટ્રેસથી છૂટકારો મેળવવો હોય તો ડાર્ક ચોકલેટનું સેવન કરો. ડાર્ક ચોકલેટ બ્લડ પ્રેશર ક્ધટ્રોલ કરે છે અને સ્ટ્રેસને દૂર રાખવામાં પણ મદદરૂપ થાય છે.
હેલ્ધી ફૂડની સાથે સાથે હેડ મસાજ કરાવવાથી રિલેક્સ ફીલ થશે. આ ઉપરાંત વાળ પણ સુંદર બનશે.
લગ્નના કામોને લઇ કે ચેટીંગ કરી મોડી રાત સુધી જાગવાનું ટાળો. ઉજાગરાને કારણે વજન વધશે અને ઉંઘ પણ ખરાબ થશે.
દિવસમાં બે થી ત્રણ વાર સિઝનલ જ્યુસ પીવો. ઓરેન્જ, પાઇનેપલ, મોસંબી અને તરબુચના જ્યુસ પીવાથી એનર્જી આવશે.