નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાનો નિર્ણય: ૧૦૦ ટકા જમીન સંપાદન જરૂરી

જમીન સંપાદન પહેલા રોડના ટેન્ડરો ઇસ્યુ નહી થાય નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા (એનએચએઆઇ) રોડ પ્રોજેકટો માટે ત્યાં સુધી ટેન્ડરો નહી આવકારે જયાં સુધી જમીન સંપાદનની પ્રક્રિયા પૂરી નહી થઇ હોય એકદરે નેશનલ હાઇવે ઓથોરીટી જમીન સંપાદનની પ્રોસેસ પુરી થઇ હશે તેની ચકાસણી કરીને જ પછી ટેન્ડરો ઇસ્યુ કરશે.

નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા ફલાય ઓવર, પુલ અને રેલવેના ઓવરબ્રીજના સ્ટ્રકચરને લગતા ટેન્ડરો બહાર પાડતા પહેલા જે તે જગ્યાનું કે જમીનનું ૧૦૦ ટકા સંપાદન થયું છે કે નહીં તેની ખરાઇ કરી લેશે. અત્યાર સુધી જમીન સંપાદનની વિધિને કારણે આખી પ્રક્રિયામાં ખુબ જ વિલંબ થતો હતો. તે નવી શરત બાદ આસાનાથી નિવારી શકાશે.

હજુ હમણાં સુધી હાઇવે પ્રોજેકટ કે ક્ધસ્ટ્રશન માટે ૧૦૦ ટકા જમીન સંપાદન થઇ છે કે નહીં તેની ચકાસણી વિના જ ટેન્ડર પ્રક્રિયા શ‚ કરવામાં આવતી હતી. પરંતુ હવેથી તે બંધ થશે. ઉલ્લેખનીય છે કે ચેન્નાઇ, તિરુવનયપુરમ હાઇવે પ્રોજેકટ અને દિલ્હી દેહરાદુન હાઇવે પ્રોજેકટ ૧૦૦ ટકા જમીન સંપાદન ન થઇ હોવાને કારણે વિલંબમાં પડયા છે. તેના માટે જરુરી કલીયરન્સ હજુ મળ્યા નથી. આથી પ્રોજેકટની કાયદેસરના સામે સવાલો ઉભા થયા છે. વિરોધપક્ષો પણ આનો લાભ લઇને સત્તાધારી પક્ષ સામે આંગળી ચીંધી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.