ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીના ઇગ્લેન્ડ ટૂરની તૈયારીઓને એક ઝટકો લાગ્યો છે, કારણ કે તેઓ ગાળામાં ઈજાના કારણે ઈંગ્લીશ કાઉન્ટી ક્રિકેટમાં નહીં રમી શકે.
વિરાટ કોહલીના ફિટનેસને લઈને ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે પોતાની પ્રતિક્રિયા આપી છે. સહેવાગે કોહલીની ઈજા પર ચિંતા વ્યક્ત કરી છે. સહેવાગનું માનવું છે કે કોહલી વગર ઇંગ્લેન્ડમાં ભારતનું સિરીઝ જીતવું મુશ્કેલ છે.
સહેવાગે એક સમાચારની ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, કોહલીની ઈજા વાસ્તવમાં ગંભીર થઇ શકે છે, પરંતુ મેડિકલ એક્સપર્ટ આ વાતની તપાસ કરશે કે આ ઈજાના કારણે કોહલીના શરીર પર કેટલી અસર થશે.કોહલીનું ફિટનેસ પરિક્ષણ ૧૫ જૂનના રોજ થશે જે પછી બ્રિટેન ટૂર દરમિયાન સમિત ઓવરોની શરૂઆતમાં તેમની ઉપલબ્ધતા પર પૃષ્ટિ કરવામાં આવશે.
આ ટૂરની શરૂઆત જૂનના છેલ્લા અઠવાડિયામાં આર્યલેન્ડ વિરુદ્ધ બે ઝ-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ સાથે થશે.સહેવાગે જણાવ્યું કે કોહલીને હાલમાં તેના શરીરની કેર કરવાની જરૂર છે. જો આ ગાળાની ઈજા છે તો આને સમય પર સારવાર કરવાથી બરાબર કરી શકાય છે.
પરંતુ કોહલીએ પોતાના શરીરની કેર કરવાની જરૂર છે. તેઓ હવે યુવા નથી તેઓ લગભગ ૨૯-૩૦ વર્ષના થઇ ચુક્યા છે.તેમણે કહ્યું કે, કોહલીને ફરીથી વર્કઆઉટમાં સાવધાની રાખવાની જરૂર છે. આ સારી રીતે બરાબર થવામાં ખુબ મહત્વપૂર્ણ છે.
વીરેન્દ્ર સહેવાગને જ્યારે પૂછવામાં આવ્યું કે કોહલી વગર ભારતીય ટીમના ઇંગ્લેન્ડમાં જીતવાની સંભાવના છે? આ બાબત પણ સહેવાગે કહ્યું કે, ભારતીય ટીમ માટે આ સારી ખબર નથી. જો કોહલી સિરીઝથી બહાર થઇ જશે તો ભારતીય ટીમનું ઇંગ્લેન્ડમાં જીતવું મુશ્કેલ બની જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com