- આજે વર્લ્ડ રેઇન ફોરેસ્ટ ડે
- આ વર્ષની ઉજવણી થીમ: જંગલો અને નવિનતા: વધુ સારા વિશ્ર્વ માટે નવા ઉકેલો
વન નાબૂદી સામેની લડાઇ માટે નવી તકનીકી પ્રગતિની જરૂર, વન નાબુદીને કારણે વાર્ષિક ધોરણે એક કરોડ હેકટર અને અંદાજે 70 લાખ હેકટર આગથી પ્રભાવિત થાય છે
આપણા જીવન ટકાવવા માટે જંગલોનું ટકવું પણ જરૂરી છે. જંગલો માટે નવીન દેખરેખને વેગ આપવાની તાતી જરૂર છે. 2030ના વૈશ્ર્વિક ઘ્યેયોને પહોંચી વળવા માટે વન નાબુદી અને જંગલોનો ક્ષય ઘટાડવો પડશે, જંગલોનું પુન:સ્થાપન અને ટકાઉ સંચાલનએ સમસ્યાના નિવારણ માટે મહત્વના માર્ગો છે. વન નાબૂદીના દરમાં ઘટાડો થયો હોવા છતાં 1990 થી 4 કરોડ હેકટરથી વધુ જંગલો નાશ પામ્યા છે. આ સમસ્યાના નિવારણ માટે નવીનતાઓ પ્રારંભિક ચેતવણી પ્રણાલી, ટકાઉ કોમોડિટી ઉત્પાદન અને લેન્ડ મેપિંગ અને કલાઇમેટ ફાઇનાન્સ એકસેસ દ્વારા સ્વદેશી લોકોને સશકિતકરણ માટે જરૂરી છે. આપણાં અસ્તિત્વ માટે વરસાદી જંગલોની ખુબ જ જરૂર છે. આપણાં ગ્રહ માટે સૌથી મોટો ખતરોએ માન્યતા છે કે કોઇ બીજાું તેને બચાવશે, વિશ્ર્વ વનીકરણ દિવસ પૃથ્વી પર જીવન ટકાવી રાખવામાં જંગલોના યોગદાનને માન આપવા માટે ઉજવવામાં આવે છે. આ એક રેમાઇન્ડર દિવસ છે, કે જેટલો આપણાં માટે કેટલા મહત્વનાં છે, અને આપણે તેને બચાવવા અને તેના સંબંધિત મુદ્દાઓની જાગૃતિ ફેલાવવાની છે. દુનિયાભરના તમામ દેશે સાથે મળીને વન નાબૂદી સામે લડવું જોઇએ. આ વર્ષની ઉજવણી થીમમાં પણ જંગલો અને નવિનતા: વધુ સારા વિશ્ર્વ માટે નવા ઉકેલોની વાત કરી છે.
ઇનોવેશન અને ટેકનોલોજીએ વન મોનિટરિંગમાં ક્રાંતિ લાવી છે, જે દેશોને તેમના જંગલોને વધુ અસરકારક રીતે ટ્રેક કરવા અને રીપોર્ટ કરવા સક્ષમ બનાવે છે. કુલ 13.7 કરોડ ટન કાર્બન ડાયોકસાઇડ વન ઉત્સર્જનમાં ઘટાડો કે ઉન્નીતકરણ પારદર્શક અને નવીનવન દેખરેખ દ્વારા કલાયમેટ ચેઇન્જ પર યુએન ફ્રેમ વર્ક ને જાણ કરે છે. ટકાઉ લાકડાઓની ઉત્પાદનોની સીમાઓને આગળ વધારતી વખતે આબોહવા શમન અને ખાદ્ય સુરક્ષા વધારવા નોંધ પાત્ર યોગદાન આપી શકે છે. આજે સોશિયલ મીડિયામાં ઋજ્ઞયિત + ઉફુ હેશટેગનો ઉપયોગ કરીને જાગૃતિ ફેલાવાય છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2012માં તમામ પ્રકારના જંગલોના મહત્વની ઉજવણી કરવા આ દિવસ ઉજવવાનું નકકી કરાયું હતું.
તમામ જાણીતી ઉભય જીવી પ્રજાતિઓમાંથી 80 ટકા જંગલોમાં રહે છે. 1960થી નોંધાયેલા 30 ટકા થી વધુ નવા રોગો જમીનના ઉપયોગને ફેરફારને કારણે છે. જેમાં વનનાબુદી સામેલ છે. જંગલોની જમીન અને વનસ્પતિમાં 1/2 વૈશ્ર્વિક કાર્બન સ્ટોક હોય છે. આશરે 14 મિલિયન ફૂટબોલની પિચની સમકથી વિસ્તાર દર વર્ષે વન નાબૂદીને કારણે નષ્ટ થાય છે. જંતુનાશકો વાર્ષિક સાડાત્રણ કરોડ હેકટર જંગલને નુકશાન કરે છે. જંગલી વોટર શેડ અને વેટલેન્ડસ વિશ્ર્વના સુલભ તાજા પાણીના 75 ટકા પ્રદાન કરે છે. આજનું ઇનોવેશન એ જંગલોના લાંબા સમયથી સાચવેલા રહસ્યને ખોલી રહ્યું છે.
જંગલો અને વૃક્ષોમાંથી મેળવેલી સામગ્રીને પ્લાસ્ટિક મકાન, સામગ્રી, કાપડ, દવાઓ અને અન્ય ઘણી રોજીંદી વસ્તુઓના ટકાઉ વિકલ્પ તરીકે વિકસાવવા માં આવી રહી છે. આજના યુગમાં વિકસતી ડ્રોન અને સેટેલાઇટ ટેકનોલોજીએ આપણાં જંગલોનું નિરીક્ષણ અને સંચાલન કરવામાં, આગને શોધવા અને તેની સામે લડવા અને ઇકો સિસ્ટમનું રક્ષણ કરવામાં મદદ કરે છે. બ્રાઝિલ, કેનેડા, ચીન અને યુએસના સંયુકત વિસ્તારોની સમકક્ષ પૃથ્વીની જમીનના સપાટીના લગભગ ત્રીજા ભાગને જંગલો આવરી લે છે. પૃથ્વી પર 4 અબજ હેકટર જંગલો માત્ર હરિયાળો વિસ્તાર નથી, પણ તે નિર્ણાયક ઇકો સિસ્ટમ છે, જે ગ્રહની મોટાભાગની પ્રજાતિઓ માટે રહેઠાણો અને લગભગ એક અબજ લોકો માટે આજીવિકા પ્રદાન કરે છે.
એમેઝોન રેઇન ફોરેસ્ટ લગભગ છ કરોડ વર્ષોથી અસ્તિત્વમાં છે, જયારે એપ્લાન્ટિક મહાસાગર એમેઝોન બેસીનમાં ઉષ્ણ કટિબંધીય આબોહવા બનાવવા માટે પૂરતો વિસ્તર્યો હતો, ત્યારે તેની રચના થઇ હતી. ડાયનાસોર સામુહિક લુપ્ત થયા પછી એવું માનવામાં આવે છે કે ભેજવાળી આબોહવા વિકસિત થઇ હતી. જે વરસાદી જંગલોના વિસ્તરણ તરફ દોરી ગઇ હતી. ગ્લેશિયર્સના વિસ્તરણ અને સંકોચનને કારણે વરસાદી જંગલો નો ઘટાડો થયો હશે. જેમ જેમ જંગલો દૂર થાય તેમ તેમ આસપાસના વન્યજીવોના રહેઠાણો અને સ્થાનીક લોકોના ઘરો પણ વિક્ષેપિત થયા હતા. વન નાબૂદીનું પ્રમાણ આબોહવા પરિવર્તન, પૂર, રણ અને ભૂમિ ઘોવાણનું કારણ પણ બને છે, જે આપણાં ગ્રહ અને આપણી જીવન શૈલીને જોખમમાં મુકે છે. 1986માં વર્લ્ડ રેઇન ફોરેસ્ટ ચળવળ શરુ થઇ હતી, જો કે માનવીને હજારો વર્ષોથી વરસાદી જંગલોમાં ફેરફાર કરવાનું શરુ કરેલ છે. જે સમગ્ર ઇતિહાસને પ્રભાવિત કરે છે. આપણાં વરસાદી જંગલો વૈશ્ર્વિક જૈવ વિવિધતાને જાળવવા આબોહવા પરિવર્તન ઘટાડવા અને વિશ્ર્વભરના લાખો લોકોની આજીવિકાને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વરસાદી જંગલો આપણા ગ્રહને જીવંત રાખે
વિશ્ર્વના અડધા પ્રાણીઓની પ્રજાતિઓનું ઘર આપણાં વરસાદી જંગલો છે અને તે જ આપણા ગ્રહને જીવંત રાખે છે. આપણને તાજુ પાણી પણ તે જ પ્રદાન કરે છે, અને આપણી આબોહવાને સ્થિર રાખવા માટે પણ જરુરી છે. એક ચોંકાવનારા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે દર સેક્ધડે દોઢ હેકટર જંગલો નાશ પામે છે. જયારે દર વર્ષે 78 મિલિયન હેકટર કિંમતી વરસાદી જંગલો નષ્ટ થાય છે. એમેઝોનમાં રેઇન ફોરેસ્ટના ઘણા સમુદાયો આ જંગલો બચાવવા માટે પ્રોજેકટ ચલાવે છે. કોલ યુ એકશન ટેગ લાઇન મુજબ વિશ્ર્વે કાર્ય કરવાની જરૂર છે.