લાયન્સ ઈંગ્લિશ સ્કુલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો
લાયન્સ ઈગ્લીશ સ્કુલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાલયની શિક્ષીકાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ દિવસે પૂજાની થાળીની સજાવટ, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, નોન થર્મલ કુકીંગ, ગીફટ રેપીંગ જેવી સ્પર્ધાઓ સહિત ૩૨ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. મહિલા દિવસ પર શાળા તેમજ કોલેજના શિક્ષીકાઓ તેમજ મહિલા સ્ટાફને બેટીના જન્મ પર સ્કુલ દ્વારા બાળકીના નામે દર વર્ષે ૧૦ હજાર રૂપીયાની એફ.ડી. કરવામાં આવે છે. જે બાળકી ૧૮ વર્ષની ઉંમરે ઉપાડી શકે છે. લાયન્સ કલબ ઓફ સેલવાસ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે મહિલાઓએ પોતાના હક માટે સર્વ પ્રથમ ન્યૂયોર્ક શહેરમાં માર્ચ નિકાળી હતી. ત્યારબાદ ૧૯૦૯માં અમેરીકાએ આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઘોષણા કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે જયા નારીની પૂજા થાય છે. ત્યાં દેવતાઓનો વાસ થાય છે. સાથે સાથે જણાવ્યું હતુ કે સ્ત્રી સશકિતકરણ વગર કોઈ પણ રાષ્ટ્ર કે સમાજનો વિકાસ સંભવ નથી આ પ્રસંગે ફતેહસિંહ ચૌહાણ, વિશ્વેષ દવે, જયેન્દ્રસિંહ રાઠોડ, અંબાદાસ જાધવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.