રાજકોટમાં કલાકોમાં જ પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર, આજી-2નાં 8 દરવાજા 6 ફૂટ ખોલાયા રાજકોટના ગોંડલ પંથકમાં સવારથી ધોધમાર 4 ઈંચ વરસાદ ખાબક્યો, ભાદર પટાના ગ્રામ્ય નવાગામ, લીલાખા વિસ્તાર માં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં આવેલા માલવિયા કોલેજ પાસેના વિસ્તારમાં રસ્તા પર બે ફૂટ જેટલુ પાણી ભરાયું છે. તો શહેરના અન્ય વિસ્તાર જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે. તો અહીં આવેલી આજી નદી બે કાંઠે વહી રહી છે. આ સીઝનમાં મેઘરાજાની બીજીવાર રાજકોટને ધણરોળી રહ્યાં છે. આ પહેલા એજ રાતમાં અહીં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.