તારીખ ૧૫ અને ૧૬ ના રોજ મોરબી જીલ્લા માં ભારે થી અતિભારે વરસાદની આગાહી:તમામ વિભાગોને સ્ટેન્ડ ટુ રહેવા તાકીદ કરતા અધિક જિલ્લા કલેક્ટર
હવામાન વિભાગ દ્વારા તારીખ ૧૩ થી ૧૬ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે અને તારીખ ૧૫ અને ૧૬ ના રોજ મોરબી જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ થવાના સંજોગો હોવાથી અધિક જિલ્લા કલેક્ટર પી.જી.પટેલે તમામ વિભાગોને સાબદા કરી અધિકારીઓની રજા રદ્દ કરી હેડક્વાટર્સ ન છોડવા તાકીદ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હવામાન વિભાગ ની આગાહી ને પગલે મોરબી જિલ્લા કલેક્ટર તંત્ર એક્શન માં આવ્યું છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મોરબી કલેકટર દ્વારા તા. ૧૪,૧૫ અને ૧૬ દરમિયાન ભારે વરસાદની આગાહીનાં સંદર્ભે અધિકારીશ્રીઓને સંબંધિત સુચના આપતા જણાવ્યું છે કે, સરકારનાં હવામાન વિભાગની આગાહી મુજબ ૧૪ જુલાઈથી ૧૬ જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. આથી જિલ્લા વર્ગ ૧ અને ૨નાં અધિકારીઓએ મંજુરી સિવાય હેડક્વાર્ટર ન છોડવું. તેમજ સંભવત ભારે વરસાદની આગાહી અને ભૂતકાળનાં અનુભવ સાથે ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ કાર્યવાહી કરવાની થતી હોય જરૂરી સાધનોની ચકાસણી કરી પૂર્વ તૈયારી કરી લેવા તમામ જિલ્લા અધિકારીઓને નિવાસી મોરબી કલેકટરએ તાકીદ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય માં આગામી ૫ દિવસ ભારે થી અતિ ભારે વરસાદ પાડવાની શક્યતા છે. ૧૪ અને ૧૫ જુલાઈ ના રોજ દાહોદ , છોટાઉદયપુર , પંચમહાલ , નર્મદા , ભરૂચ સુરત , નવસારી , વલસાડ અમદાવાદ , ખેડા આણંદ , સુરેન્દ્રનગર , મોરબી , રાજકોટ , બોટાદ , ભાવનગર , જૂનાગઢ , જામનગર , દિવ , દમણ , અને દાદરા નગર હવેલી માં ભારે વરસાદ ની આગાહી આપવમાં આવી છે.
એ જ રીતે ૧૬ મી જુલાઈ એ સુરેન્દ્રનગર , મોરબી , પોરબંદર , કચ્છ અને દીવમાં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે.