શહેરી વિસ્તારોમાં જ 141 કેસ: એકિટવ કેસનો આંક 920 પહોચ્યો
દેશમાં કોરોનાની ચોથી લહેર શરૂ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કોવિડના કેસમાં દિન પ્રતિદિન સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના કેસમાં 48 ટકાનો તોતીંગ વધારો નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં નવા 1પ સહિત રાજયમાં કોવિડના 165 કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે રાજયના મહાપાલિકા વિસ્તારમાં કોરોનાના 141 કેસ નોંધાયા છે.
મંગળવારે રાજયમાં કોરોનાના નવા 165 કેસ નોંધાયા હતા. એક જ દિવસમાં નવા કેસમાં 48 ટકાનો તોતીંગ વધારો નોંધાયો છે. મંગળવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 90 કેસ, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 19 કેસ, સુરત કોર્પોરેશનમાં 1ર કેસ, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં નવા 10 કેસ, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં નવા 6 કેસ અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં નવા કેસ નોધાયા હતા આ ઉપરાંત મહેસાણા, નવસારી, વડોદરા અને વલસાડ જીલ્લામાં 3-3 કેસ, અમદાવાદ, અમરેલી, આણંદ, ભરુચ અને કચ્છ જિલ્લામાં 2-2 કેસ બનાસકાંઠા અને જામનગર જિલ્લામાં 1-1 કેસ નોંધાયો હતો. રાજયમાં હાલ કોરોનાના 920 એકિટવ કેસ છે.
જે પૈકી 1 દર્દી વેન્ટીલેટર પર છે. રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય આગામી દિવસોમાં નિયંત્રણો વધુ આકારા બની શકે છે.