ડિસ્ટ્રીકટ બાર એસો. અને રેવન્યુ બાર એસો.એ કરેલી રજૂઆતમાં કોરોના વોરિયર્સ ઉપર હુમલા સિવાયની ફરિયાદ રદ કરવાની મુખ્યમંત્રીની ખાતરી
કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન અદાલતોમાં માત્ર અર્જન્ટ કાર્યવાહી ચાલે છે. લોકડાઉનના વિવિધ નિયમોના ભંગ એપેડેમિક એકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ પોણા બે લાખથી વધુ ફરિયાદોના કેસનો જંગ ખડકાયો છે. આવા સંજોગોમાં ડિસ્ટ્રિકટ એસો. અને રેવન્યુ બાર એસો.ને નજીવી ભૂલો દરગુજર કરીતેમની સામેની ફરિયાદો પાછી ખેંચવા મુખ્યપ્રધાન અને ગૃહ રાજય મંત્રીને રજૂઆત કરી છે.
રાજકોટ ડિસ્ટ્રિકટ બાર એસો.ના નરેન્દ્રસિંહ જાડેજા તથા રેવન્યુ બાર એસો.ના સી.એચ.પટેલ દ્વારા કરાયેલી રજૂઆતોમાં લોકડાઉન ભંગના કેસો કાયદાકીય પરિસ્થિતિ અને કોર્ટમાં રહેલા કેસોના ભારણ સહિતની વિગતો સહિત કાયદાકીય પરિસ્થિતિ સાથે જણાવેલુ કે લોકડાઉન ભંગના કેસો સામાન્ય પ્રકારના હોય તેમાં મહતમ સજાની જોગવાઈ મુજબ સારી ચાલ ચલગતના કારણે અદાલતો પણ આવા પ્રકારનાં ગુનેગારોને એક હક આપીછોડી મૂકતી હોય છે.
વિવિધ કોર્ટોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા વિવિધ વિભાગોમાંથી આવેલા અભિપ્રાયા વિગેરે બાબતોને ધ્યાને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિવિધ સ્તરે ફીડબેંક મંગાવીવિવિધ કોર્ટોનું કેસોનું ભારણ અટકાવવા હળવા કહી શકાય તેવા કેસો આરોગ્ય સ્ટાફ અને પોલીસ ઉપરના હુમલા સિવાયના કેસો અને જેમનોગુનાહિત ઈતિહાસ ન હોય તેઓની સામેના કેસો લોકડાઉનની સમયમર્યાદા બાદ યોગ્ય કરવા હૈયાધારણ આપી છે.
બાર એસો.ની ઉપરોકત સફળ રજૂઆતને રાજય સભાના સભ્ય અને પૂર્વ મેમ્બર લો કમિશન ઓફ ઈન્ડિયા અભયભાઈ ભારદ્વાજ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના સભ્ય દિલીપ પટેલ અને લીગલ સેલના હિતેષ દવે વિગેરેએ લોકહિત અને પ્રજાલક્ષી રજૂઆત ગણાવી વધાવેલ છે.