જોડીયા વકીલ મંડળનું મામલતદારને આવેદન
તલાટી મંત્રીઓને સોગંદનામાની સત્તા આપવાના સરકારના નિર્ણય સામે જોડીયા વકીલ મંડળે ઉગ્ર વિરોધ કરી આવી સત્તા આપતો પરિપત્ર પાછો ખેંચવા માંગણી કરી છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓથ એક્ટ ના કાયદામાં સુધારો કરીને કોઇપણ જાતના કાયદાનુ જ્ઞાન ન હોવા છતા અને ગેઝેટેડ ઓફીસર ન હોવા છતા તલાટી કમ મંત્રીશ્રી ને સોગંદનામુ કરવાની સતા આપવાનો સુધારો કરી તે અંગેનો પરિપત્ર બાર પાડવામા આવેલ છે તે કાયદાની તદન વિરૂધ્ધનો છે અને રાજય સરકારે એકંદરે ગેરરીતિ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતો નિર્ણય કર્યો છે તે માટે જોડીયા ખાતે વકીલમંડળની બેઠક પ્રમુખી વી.એસ.માનસાતા તથા સેક્રેટરી એ.પી.માંકડની હાજરીમાં મળી હતી તેમા આ અંગે વિરોધ અંગેનો ઠરાવ કરવામા આવ્યો હતો તે અંગે જોડીયા મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યું હતું અને જો આવા કાયદો વિરૂદ્ધનો અને ગેરરીતીને ભ્રષ્ટાચારને આમંત્રણ આપતો કાયદાના સુધારોને લગતો પરીપત્ર સરકાર દ્વારા તાત્લાકીલ રદ નહી કરે તો ઉગ્ર આંદોલન કરાશે તેમ વકીલ મંડળી જણાવાયું હતું. આ અંગે બેઠકમા તથા આવેદનપત્ર બારના પ્રમુખ વી.એસ. માનસાતા. સેક્રેટરી એ.પી.માંકડ તથા અન્ય નોટરીમા એચ.એચ. મેરીયા, તથા રસીકભાઇ લાંઘણોજા તથા વકીલો જયભાઇ માંકડ, જીતુભાઇ પરમાર, મીલનભાઇ તન્ના, રીઝવાનભાઇ ગોધાવીયા હાજર રહ્યા હતા.