પ્રેમ એ એવી લાગણી છે જે જીવનમાં એકવાર તો થાય છે. પરંતુ જ્યારે કોઇની નજીક આવીએ ત્યારે પ્રેમ જ હોય તેવું નથી….. ક્યારેક એ લાગણી પ્રેમની ન હોય અને માત્ર આકર્ષણ પણ હોઇ શકે છે જે થોડા સમય પૂરતું હોય છે. અને એ આકર્ષણને જો યોગ્ય સમયે ઓળખવામાં ન આવે તો કદાચ જીવનભરનો પસ્તાવો રહી જાય છે.

એટલે જ જો તમે કોઇની સાથે એવી લાગણી ધરાવતા હોય તો અહિં દર્શાવેલાં સવાલ જવાબથી તમારી યોગ્ય લાગણીને પારખો અને સંબંધોની પરિભાષા બદલો….જેની તમારું આવનારુ ભવિષ્ય સુખમઇ બની રહે.

relationships shaidysworld પ્રશ્ન : તમારો સાથે તેના મિત્રો સાથે તમને કઇ રીતે મેળવે છે…?

જવાબ : જો તમે અથવા તમારા સાથીએ મિત્રોથી સંબંધોને છુપાવ્યા છે તો એ પ્રેમ નથી માત્ર આકર્ષણ છે. કારણ કે જો એવું નથી અને સાચો પ્રેમ છે તો એ લાગણીને કોઇથી છુપાવવા કરતાં તેનો સ્વિકાર કરો એ તમારી ખુદની ઇચ્છા હોય છે.

પ્રશ્ન : પાર્ટનર સાથે હોય ત્યારે ક્યાં સર્વનામનો ઉપયોગ કરો છો….?

જવાબ : જ્યારે યુગલ ખરેખર સાચા પ્રેમમાં હોય ત્યારે આપણે શબ્દનો ઉચ્ચાર કરે છે નહિં કે હું….! જેમ કે ક્યાં ફરવા ગયા હોય અને કોઇને કહેતા હોય ત્યારે હું તેની અથવા તેણીની સાથે ફરવા ગયા હતા તેવું કહેવાની બદલે અમે ફરવા ગયા હતાં.

v4 728px Make a Relationship Work Step 19 Version 2પ્રશ્ન : શું તમે એકબીજા સાથે વ્યક્તિગત વાતો શેર કરો છો ?

જવાબ : સંબંધોને વધુ મજબૂત બનાવવા એ જરુરી છે કે બંને સાથી એકબીજા સાથે દરેક વાત શેર કરે. જો એવું નથી થાતું તો સાથી પર પૂરો ભરોસો મુકવો હિતાવહ નથી.

પ્રશ્ન : તમે કંઇ પણ કરો એનાથી સાથી ફર્ક પડે છે ?

જવાબ : જો તમે કંઇ સાચું કે કંઇ ખોટુ કરો છો અને સાથે તેનાથી પ્રભાવિત થાય છે તો સમજવું કે એ તમારી સાથે પ્રેમમાં છે અને જો કોઇપણ પ્રકારનો ફર્ક નથી પડતો તો તે તમને લઇને સીરીયસ નથી તેવું સમજવું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.