કૅપ્ટન વિરાટ કોહલીની 43મી વન-ડે સદી સાથે ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં 6 વિકેટે વિજય મેળવી સિરીઝ 2-0થી જીતી લીધી. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરીને 7વિકેટેમાં 240 રન કર્યા હતા.વિરાટની છેલ્લી મૅચ રમી રહેલા ક્રિસ ગેઈલે 41 બૉલમાં 72 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી મહોમ્મદ શમીએ 2 અને ખલીલ અહેમદે 3 વિકેટ લીધી હતી. બેટિંગમાં રોહિત શર્મા 10 રને અને શિખર ધવન 36 રને આઉટ થયા પછી વિરાટ કોહલીએ 99 બૉલમાં 114 રન કર્યા હતા. વિરાટ કોહલી છેલ્લે સુધી ટકી રહ્યા હતા. શ્રેયસ એયરે 41 બૉલમાં 65 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ડકવર્થ લુઇસ મુજબ ભારતે 23.3 ઓવરમાં 256 રનનો ટાર્ગેટ ચૅઝ કરી સિરીઝ જીતી લીધી હતી.
ભારતની આ જીતમાં 99 બોલમાં અપરાજિત 114 રનની ધમાકેદાર ઇનિંગ રમનાર કેપ્ટન વિરાટ કોહલી ‘મેન ઑફ ધ મેચ’ રહ્યો હતો. સીરીઝમાં સતત બે સદીથી તે ‘મેન ઑફ ધ સીરીઝ’નો પણ હકદાર બન્યો. આ સીરીઝમાં વિરાટ કોહલીએ એક પછી એક બે સદી ફટકારીને પોતાની યશકલગીમાં એક વધુ પીછું ઉમેર્યુ. જણાવી દઇએ કે વિરાટે પોતાના વન ડે કરિયરમાં પોતાની 43મી સદી પૂરી કરી છે.
વેસ્ટઇન્ડીઝ પ્રવાસે ભારતીય ટીમે પોતાના કમાલના પ્રદર્શનથી વન ડે સીરીઝ પર કબજો કર્યો હતો. ભારતીય સમયાનુસાર ગુરુવારે સવારે ટીમ ઇન્ડિયાએ વરસાદ પ્રભાવિત ત્રીજી વન ડેમાં કેરેબિયન ટીમને ડકવર્થ લુઇસ મેથડથી 6 વિકેટે હરાવ્યું અને સીરીઝ પર 2-0થી કબજો કરી લીધો. ત્રણ મેચની સીરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ. અગાઉ ટી-20 સીરીઝમાં પણ ભારતે વેસ્ટઇન્ડીઝને 3-0થી માત આપી હતી.