આજે સ્વર કોકિલા લતા મંગેશકરની જન્મ જયંતિ છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. લતાના પિતા દીનાનાથ મંગેશકર મરાઠી થિયેટર અભિનેતા, સંગીતકાર અને ગાયક હતાં. લગભગ 6 દાયકા સુધી ફિલ્મી અને નોન ફિલ્મી ગીતો ગાનાર લતાએ 30 થી વધુ ભાષાઓમાં ગીતોને અવાજ આપ્યો છે.
સ્વર કોકિલા લતા મંગેશકરની આજે 94મી જન્મજયંતિ છે. 50 હજારથી વધુ ગીતો ગાયાં, એવું કોઈ સન્માન નહોતું જે તેમને ન મળ્યું હોય, છતાં તેઓ કહેતા હતા કે જો તે ફરી જન્મ લે તો તે લતા મંગેશકર બનવા નથી ઇચ્છતા.નાનપણથી જ તેમણે દરેક પગલે પોતાની જાતને સાબિત કરવાની હતી. તેમના પિતાના મૃત્યુ પછી કેટલાક લોકોએ કહ્યું કે આ છોકરી પરિવારનું નામ ખરાબ કરશે જ્યારે અન્ય લોકો તેમના પાતળા અવાજને તેમની નબળાઇ માનતા હતા. જો કે, તેમણે તેમની ગાયકીની શૈલીથી બધાને ખોટા સાબિત કરી દીધા હતા.
લતા દીદીનું પહેલું સ્વપ્ન દેશની સેવા કરવાનું હતું. આ માટે તેમણે પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ માટે તેઓએ વીર સાવરકરને કહ્યું હતું કે તેઓ સમાજ સેવા માટે રાજકારણનો માર્ગ અપનાવશે. તેમની વાત સાંભળીને વીર સાવરકરે કહ્યું હતું – તમારા પિતાનું સંગીત ક્ષેત્રે મોટું નામ છે. આ દ્વારા તે દેશની સેવા કરે છે. તમારે પણ તેમની જેમ સંગીત દ્વારા સમાજની સેવા કરવી જોઈએ.
વીર સાવરકરની સમજાવા પર લતા દીદીએ તેમનું રાજકારણનું સ્વપ્ન છોડી દીધું અને સંગીત દ્વારા સમાજની સેવા કરવાનો સંકલ્પ કર્યો.
લતા મંગેશકરે અનેક પુરસ્કારો અને સન્માનો જીત્યા
લતા મંગેશકરે અનેક પુરસ્કારો અને સન્માનો જીત્યા હતા. જેમાં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન, (૨૦૦૧) પદ્મભૂષણ (૧૯૬૯),[૧૨૩] પદ્મવિભૂષણ (૧૯૯૯), લાઇફટાઇમ એચિવમેન્ટ્સ માટે ઝી સિને એવોર્ડ (૧૯૯૯), દાદાસાહેબ ફાળકે એવોર્ડ (૧૯૮૯), મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ (૧૯૯૭), એનટીઆર રાષ્ટ્રીય પુરસ્કાર (૧૯૯૯), લિજન ઓફ ઓનર (૨૦૦૭), એએનઆર રાષ્ટ્રીય પુરસ્કાર (૨૦૦૭), ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને ૧૫ બંગાળ પત્રકાર સંઘ પુરસ્કારોનો સમાવેશ થાય છે.
લતા મંગેશકરના અવસાનના પગલે ભારત સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
૮ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ લતા મંગેશકરને હળવા લક્ષણો સાથે કોરોનાવાયરસ સંક્રમણનું નિદાન થયું હતું અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં “નજીવો સુધારો” થયા બાદ તેમનું વેન્ટિલેટર હટાવી દેવાયું હતું;જો કે, તેણીની તબિયત લથડ્યા બાદ, ૫ ફેબ્રુઆરીએ ફરીથી તેમને વેન્ટિલેટર હેઠળ મૂકવામાં આવ્યા હતા. ન્યુમોનિયા અને કોવિડ-૧૯ માટે સતત ૨૮ દિવસની સારવાર લીધા બાદ ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ૯૨ વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમથી તેમનું અવસાન થયું હતું.