ગુજરાતીમાં એક કહેવાત છે કે “ધરતીનો અંતિમ છેડો ઘર”. તો જ્યારે દરેક વ્યક્તિ થોડાક દિવસો ઘરથી બહાર જતાં હોય ત્યારે કદાચ પેહલા પાંચ દિવસ તે આનંદના દિવસોમાં ખબર નહીં પડે પછી સમય જતાં ધીમે-ધીમે તેને ઘરની સ્મૃતિઓ તેમજ ઘર યાદ આવા માંડે છે. ઘર તે દરેક વ્યક્તિ એક અલગ અનુભૂતિ માટેનું સ્થાન છે. કોઈ માટે પ્રેમ તો કોઈ માટે આનંદ તો કોઈ માટે એકાંતમાં હાઈશ કહી શકવાનું કારણ પણ અંતે દરેક માટે ઘર તે પરિવાર સાથે આનંદને માળવાનું અને સાથે રહી શકવાનું એક સ્થાન છે.
ત્યારે અનેક વાર આજ ઘરમાં આવતા એજ મજા અને આનંદની લાગણીની અનુભૂતિ થતી નથી. ત્યારે એમ થાય કે શું હશે આનું કારણ ? પછી ખબર પડે કે કદાચ વાસ્તુ શાસ્ત્રમાં કોઈ ખામી હોય શકે. હા, ઘણીવાર આજ નકારાત્મક્તાનું કારણ હોય શકે. ત્યારે આજે આપને અમે વાસ્તુ શાસ્ત્રની એવી ટિપ્સ આપશું જેનાથી તમારા ઘરમાં આવતી કે ઉદભવતી આવી નાકારાત્મક દૂર થઈ શકશે.
મનન અને ધ્યાન કરવું
સકારાત્મ્ક્તા માટે એક મુખ્ય સ્ત્રોત મનન અને ધ્યાન છે. ઘરમાં દિવસભરમાં સવારે કે સાંજે થાય તેટલું પોતના જીવનમાં મનન અને ધ્યાનને અનુસરો. આવું કરવાથી ઘરમાં નાકારાત્મ્ક્તા જઈ શકે છે અને સાથે ઘરના વાતાવર્ણમાં શુદ્ધિકરણ થઈ શકે છે.
સિંધાલુંનો ઉપયોગ કરવો
એવું કહેવામાં આવે છે કે ઘરમાં જો મીઠું કે સિંધાલુંનો ઉપયોગ કરો ,તો ઘરમાં સકારાત્મ્ક્તા સદાય રહે છે. મીઠું કે સિંધાલુંનો બંનેનો વિવિધ સ્થાને રાખો તે નકારાત્મ્ક્તા દૂર થઈ જાય છે. સાથે આ મીઠું કે સિંધાલું દર એક મહીને બદલાવતા રહો.
ધાર્મિક સ્થળોનું જળ અવશ્ય રાખવું
ઘરમાં કોઈ ધાર્મિક સ્થળનું જળ રાખવું. જેમાં ગંગા જળ તે સમગ્ર જગતનું પાવન જળ ગણવામાં આવે છે. તો આ જળ ઘરમાં રાખવાથી શુદ્ધ વાતાવરણ રહે છે અને ઘરમાં શાંતિ પણ રહે છે.
ઘરમાં ઝૂમર સજાવવું
દરેક ઘરમાં ઘણા લોકો ઝૂમર સજાવતા હોય છે. ત્યારે ઘણા લોકો તેને ટાળતા હોય છે. આ ઝૂમરને વિન્ડ ચાઈમ્સ પણ કહેવાય છે. ઘરમાં આને સજાવવાથી પવન દ્વારા તે કાનને ગમે તેવો મીઠો અવાજ કરે છે. તેના અવાજથી નકારાત્મ્ક્તા દૂર થઈ છે અને તેના અવાજથી ઘરમાં સકારાત્મ્ક્તાની ઉર્જા ફેલાય છે. ઘરના મુખ્ય દ્વારા અથવા તો કોઈ બેડરૂમમાં બારી પાસે રાખો.