5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર કરવા આગામી પાંચ વર્ષ માટે દર વર્ષે 9 ટકાના દરે આગળ વધવાની જરૂર છે: બજાર વિશ્લેષકો

અબતક, રાજકોટ

કોરોના દ્વારા ઊભી થયેલી વૈશ્વિક મહામારીમાંથી ઉગરી હવે ભારતીય અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે મોદી સરકારે સેવેલા 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના સપનાને સાકાર કરવા આરબીઆઈ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વના અને મોટા નિર્ણયો અનેક સુધારા સાથે લાદવામાં આવ્યા છે. ત્યારે નિષ્ણાતો અને બજાર વિશ્લેષકોના મતાનુસાર જો સરકાર તેમજ મધ્યસ્થ બેંક જુદા જુદા એવા આઠ પરિબળો છે જે ઉપર ધ્યાન દોરે તો આગામી દિવસોમાં 5  ટ્રીલિયન ઇકોનોમીનું સ્વપ્ન જલ્દીથી સાકાર થઇ શકે તેમ છે. ચાલો જાણીએ કે એ આઠ મુદ્દા કયા છે. નિષ્ણાતોના મત અનુસાર, 5 ટ્રિલિયન ડોલરના જીડીપી અર્થતંત્રના સપનાને સાકાર કરવા માટે, આપણે આગામી પાંચ વર્ષ માટે દર વર્ષે 9 ટકાના દરે આગળ વધવાની જરૂર છે. આના કારણે વ્યક્તિ દીઠ 3,300 ડોલર આવક થશે. આ માટે માળખાકીય સુવિધાઓનું નિર્માણ વધુ કરવાની જરૂર છે અને એમાં પણ ખાસ કરીને આરોગ્ય સંભાળ અને શિક્ષણમાં નોંધપાત્ર સુધારો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે વિકાસના સ્વરૂપમાં કર સુધારા મહત્વપૂર્ણ છે. સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રમાં મોટા નીતિગત ફેરફારો કર્યા છે. કર સુધારણા બ્રેકની જેમ કામ કરી શકે છે. એક્સિલરેટ મોડ અથવા સ્પેશિયલ એડમિનિરેટિવ રેજિસ ગાવા માટે બ્રેક ફિક્સ કરવાનો સમય આવી ગયો છે કે શા માટે શોધકર્તાઓ, ટોચના સંચાલકીય ટેલ્ટ અને વ્યવસાયો સુપાપોર, હોંગકોંગ અને દુબઈ જાય છે..?? આ સિટી-સ્ટાર્સ સ્ટેશન આપે છે, તો આપણે આપણા શહેરને વધુ લોકપ્રિય સંસ્કરણ કેમ ન બનાવી શકીએ? આખા દેશને એક સાથે વિકસિત ન કરી શકીએ પણ આપણે એક એક શહેરનું લક્ષ્ય રાખી શકીએ છીએ.

તે વ્યાપકપણે સ્વીકૃત મત છે કે ભારતમાં યોગ્ય કાયદાકીય વ્યવસ્થા છે. માત્ર એટલું જ છે કે તે ખૂબ ધીમી છે ટેક્નોલોજી વસ્તુઓનો ખર્ચ કરે છે, અને તે જ આપણી કાનૂની વ્યવસ્થાને ઑપ્ટિમાઇઝ કરવા માટે જરૂરી છે. ટ્યુનલાઇઝેશન ૠજઝ જે રીતે ચાલે છે અને તે વિશ્વમાં તે કેટલાક ઉત્પાદનો અને સેવાને લાગુ કરી શકે છે. અમારી પાસે હજુ પણ ઘણા બધા સ્લેબ અને અપવાદો છે. આપણે તેને જેટલું તર્કસંગત બનાવીશું તેટલું સારું રહેશે તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે.

વિના ખેતી નહિ ઉદ્ધાર….

ભારતને આર્થિક મહાસત્તા તરફ દોરી જવા કૃષિ મહત્ત્વની ચાવી બનશે: ચાલુ વર્ષે નિકાસમાં 13% ટકાનો ઉછાળો

કોરોનાની વૈશ્વિક મહામારીની અસરો હવે ભૂતકાળ બની ગઈ હોય તેમ ભારતીય અર્થતંત્ર ફરી વેગવંતુ બન્યું છે. નકારાત્મક અસરોને પાછળ છોડી અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે દોડવા લાગી છે. એમાં પણ ખાસ ઉત્પાદકીય પ્રવૃત્તિ ધમધમતા તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રીકલ્ચર અને ઓટોમોબાઈલ ક્ષેત્રે નિકાસ વધતા આર્થિક સ્થિતિ મજબૂત બનતી જઈ રહી છે. અમેરિકાની જેમ હવે ભારત પણ આર્થિક મહાસત્તા તરફ આગળ ધપી રહયું છે ત્યારે ભારતનું 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું સપનું સાકાર કરવામાં કૃષિ મહત્વનો ભાગ ભજવશે..!! જો કે એ વાત નકારી શકાય નહીં કે ભારતીય અર્થતંત્રના વિકાસમાં પહેલેથી જ કૃષિનો અનન્ય ફાળો રહેલો છે  હજુ પણ 50 ટકાથી વધુ લોકો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી રોજગારી મેળવી રહ્યા છે. કૃષિ પેદાશની નિકાસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બર માસ દરમિયાન કૃષિ પેદાશોની નિકાસમાં અધધ… 13 ટકાનો ઉછાળો નોંધાયો છે જે 23.30 બિલિયન ડોલરે પહોંચી છે. જેમાંથી ચોખાની નિકાસ સૌથી વધુ નોંધાઈ છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન ચોખાની નિકાસ 5.93 બિલિયન ડોલરે પહોંચી છે. જે 11 ટકાનો વધારો દર્શાવે છે. આ ઉપરાંત ડેરી પ્રોડક્ટની નિકાસમાં પણ 12 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે શાકભાજી અને ફળોની નિકાસ માં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે મૂલ્ય 1.72 બિલિયન ડોલરે પહોંચ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.