કોરોના મહામારી વચ્ચે સંસદનું શિયાળુ સત્ર મોકૂફ રાખવાના નિર્ણય મુદે વિરોધ પક્ષ કાળઝાળ: નિર્ણય લેતા પહેલા વિશ્વાસમાં ન લેવાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
સંસસનું શિયાળુ સત્ર દેશ માટે અસરકારક નિર્ણયો લેવાનો, વિકાસની તંદુરસ્ત ચર્ચા કરવાનો મહત્વનો સમયગાળો ગણવામાં આવે છે. ત્યારે વર્તમાન સમયે કોરોના મહામારીના કારણે સંસદનું શિયાળુ સત્ર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા વિરોધ પક્ષ કાળઝાળ બન્યો છે.
અલબત શિયાળુ સત્ર બાદનું સત્ર વહેલુ બોલાવામાં આવશે. તેવું પણ જાણવા મળે છે. જાન્યુઆરી ૨૦૨૧માં બજેટ સત્ર શરૂ થશે. અલબત આ સત્રમાં ચર્ચા કરવાનો વધુ અવકાશ રહેતો નથી.
સામાન્ય રીતે શિયાળુ સત્રમાં મહત્વના બીલ પાસ ન થતા હોય ઉપરાંત દેશના વિવિધ પ્રશ્ર્નો મુદે તંદુરસ્ત ચર્ચા પણ કરવામાં આવે છે.
શિયાળુ સત્ર મોકૂફ રાખવા મુદે કોંગ્રેસે સરકાર ઉપર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, આ નિર્ણય લેતા પહેલા વિશ્ર્વાસમાં લેવામાં આવ્યા નહોતા. ગત તા.૧૪ ડિસે. લોકસભાનાં કોંગ્રેસના અધીર રંજન ચૌધરીને સંસદીય બાબતોનાં મંત્રી પ્રહલાદ જોશીએ ઓપચારીક વિગતો આપી હોવાનું કહ્યું હતુ તેમણે કહ્યું કે, મહામારીમાં શિયાળુ સત્રક યોજવા અંગે ચિંતા વ્યકત કરવામાં આવી હતી.
દરમિયાન કોંગ્રેસના સાંસદ શશી થરૂરે એમ પણ નોંધ્યું હતુ કે સંસદની કાર્યવાહી ઘરેથક્ષ પણ થઈ શકે છે. શું દેશનું આઈટી ક્ષેત્ર ૫૪૩ સંસદોને કનેકટ કરવા માટે સક્ષમ નથી? તેવો વેધક પ્રશ્ર્ન પણ તેમણે કર્યો હતો.
શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતૂર્વેદીએ પણ આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણીની રેલીઓ થઈ શકે છે !, શાળાઓ ખૂલી શકે છે, પરિક્ષાઓ પણ લેવાય છે. હોટેલ રેસ્ટોરન્ટ ચાલુ છે. ફીટનેસ સેન્ટર પણ ચાલુ છે ત્યારે કેમ સંસદને સરકાર જોખમ ગણે છે?