મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતનાં દિગ્ગજોની ઉપસ્થિતિમાં અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમીનનું નામાંકન
ગુજરાતની રાજયસભાની ખાલી પડેલી ૪ બેઠકો માટે આગામી ૨૬મી માર્ચના રોજ ચુંટણી યોજાવાની છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિજય વિશ્ર્વાસ સાથે ભાજપનાં ૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ તકે રાજકોટ શહેર ભાજપનાં હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે ત્રણેય ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો જયાં તેઓને રાજયસભાનાં સાંસદ બનવા માટે પ્રદેશ ભાજપનાં હોદેદારો, મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ શુભકામના પાઠવી હતી. બપોરે ૧૨ કલાક અને ૩૯ મિનિટનાં શુભ વિજય મુહૂર્તે રાજયસભાની ૪ બેઠકો પૈકી ૩ બેઠકો માટે ભાજપનાં ઉમેદવાર અભયભાઈ ભારદ્વાજ, રમીલાબેન બારા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીને ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગોવિંદભાઈ પટેલ સહિતના તમામ વોર્ડનાં ભાજપનાં કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, વકિલો તથા બ્રહ્મ સમાજનાં આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજને શુભેચ્છા પાઠવતા મનપાના અધિકારીઓ
ગુજરાત રાજયમાંથી રાજયસભાની ખાલી પડેલ બેઠક માટે રાજકોટમાંથી જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજનીક પસંદગી કરવામાં અ વેલ છે. જે બદલ રાજકોટ મ્યુ. કોર્પો.ના સેક્રેટરી હરીશ રૂપારેલીયા ડે. સેક્રેટરી કે.એચ. હિંડોચા અને સી.એન. રાણપરા પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાંવતા નજરે પડે છે.
અભયભાઇ ભારદ્વાજને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય પટેલ, રૈયાણી અને સાગઠીયા
આજ રોજ ગાંધીનગર ખાતે રાજ્યસભાના ઉમેદવારઓના ફોર્મ ભરવા પૂર્વે રાજ્યસભાના ઉમેદવાર અભયભાઈ ભારદ્વાજજી ને રાજકોટ ના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,લાખાભાઈ સાગઠીયા,અંરવિદભાઈ રૈયાણી એ અભિનંદન પાઠવ્યા.
રાજયસભાના ભાજપના ઉમેદવાર ભારદ્વાજનું સન્માન
રાજયસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી રાજકોટના સિનિયર એડવોકેટ અને બ્રહ્મસમાજના અગ્રણી અભયભાઈ ભારદ્વાજને ટિકિટ ફાળવવામાં આવતા રાજકોટ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના પ્રતિનિધિ રાજેશભાઈ વી. મહેતા તેમના પત્ની અને મહિલા એડવોકેટક-નોટરી હીનાબેન આર. મેતા દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે શ્રી અંબાજી માતાજી માઈ મંદિરનો પ્રસાદ આપી અભયભાઈને દરેક ક્ષેત્રમાં સફળતા મળે તેવી પ્રાર્થના સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.